• Home
  • News
  • ભારત-ચીનના વિવાદ બાદ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ HDFCમાં પોતાની હિસ્સેદારી વેચી
post

પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ એચડીએફસીમાં જૂનના અંતે પોતાની હિસ્સેદારીને એક ટકાથી પણ ઓછી કરી દીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:56:05

નવી દિલ્હી: ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઓફ ચાઈના (પીબીઓસી)એ ભારતની એચડીએફસીમાં ખરીદેલી પોતાની અમુક હિસ્સેદારી વેચી દીધી છે. શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં આ ખુલાસો થયો હતો. એવું મનાય છે કે ચીન અને ભારત વચ્ચેના વિવાદ પછી આ નિર્ણય લેવાયો હતો. 

પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ એચડીએફસીમાં જૂનના અંતે પોતાની હિસ્સેદારીને એક ટકાથી પણ ઓછી કરી દીધી છે. માર્ચના અંતે તેની પાસે એચડીએફસીના કુલ 1.01% શેર હતા જેની સંખ્યા 1.75 કરોડ હતી. એચડીએફસીમાં હવે પીબીઓસીની કેટલી હિસ્સેદારી છે અને કંપનીએ કુલ કેટલા શેર વેચ્યા છે? તેની માહિતી હજુ જાહેર કરાઈ નથી. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં જાહેરમાં બિઝનેસ કરતી કંપનીઓએ દરેક ત્રિમાસિકના અંતે 1%થી વધુની હિસ્સેદારીનો ખુલાસો ફરજિયાત કરવો પડે છે. એપ્રિલમાં કોરોના વાઇરસને લીધે શેરની કિંમતોમાં ઘટાડા પછી વિદેશી કંપનીઓ તકવાદી બની હતી. એવામાં ચીન સહિત પાડોશી દેશો તરફથી ભારતની કંપનીઓમાં કરાતા રોકાણ અંગેના નિયમોને આકરા કરી દેવાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post