• Home
  • News
  • ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવે
post

ઇટાલીમાં નવા કેસોનો દર 1.7 ટકાએ પહોંચ્યો છે, જે 6 સપ્તાહમાં સૌથી ઓછો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:24:39

મિલાન: ઇટાલી લૉકડાઉનના છઠ્ઠા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે. લોકો અનિશ્ચતતા, નિરાશા, અવિશ્વાસ, ડર અને ચિંતાની સાથે જીવી રહ્યા છે. કંપનીઓએ લોકોને રજા પર મોકલી દીધા છે. ત્યારે બેચેની, નકારાત્મક્તા, અસુરક્ષાનું જોખમ મજબૂત સામાજિક તણાવમાં ફેરવાઇ ગયું છે. અહીં લોકોએ કોરોના વાઈરસની સાથે જ જીવવા અને કામ પર ફરવાનું મન બનાવી લીધું છે.


ઉદ્યોગ સંગઠને સરકારને લૉકડાઉન હટાવવાનું દબાણ વધારવા માંડ્યું
સરકારે નાણાકીય ખોટની પૂર્તિ માટે નાના-મધ્યમ અને મોટા ઉદ્યોગોને 34 લાખ કરોડનું પેકેજ આપ્યું છે પરંતુ આ અપૂરતું છે. કાર્પેન્ટરનું કામ કરનારા એન્ટોનિયો બોરાગિયાએ કહ્યું કે અમને 50,000 રૂપિયાની મદદ મળી છે. પરંતુ મારી દુકાનનું ભાડું 67,000 અને વીજળી બિલ 29,000 છે. સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. કારણ કે અનિશ્ચિતતાથી પેટ ભરાતું નથી. દેશના સૌથી મોટા ઉદ્યોગ સંગઠન કોન્ફઇન્ડ્રસ્ટ્રિયાએ પણ સરકારને લૉકડાઉન હટાવવાનું દબાણ વધારવા માંડ્યું છે. આ સંગઠન સાથે 1.5 લાખ કંપનીઓ જોડાયેલી છે અને આશરે 55 લાખ સભ્યો છે.

સંગઠને સરકારને પૂછ્યું છે કે તે સ્પષ્ટ કહે કે દેશ કેવી રીતે ખૂલશે. નહીંતર કોરોનાથી પણ ખતરનાક આર્થિક તબાહી સર્જાશે. સરકાર પણ ઝડપથી રોડમેપ તૈયાર કરી રહી છે. જેમાં હાલ તો કોરોનાથી ઓછા પ્રભાવિત દક્ષિણ ક્ષેત્રમાં બુકસ્ટોર, સ્ટેશનરી અને બાળકોનાં વસ્ત્રોની દુકાનો ખુલી ગઇ છે. સાથે જે કંપનીઓને હજુ પરવાનગી નથી મળી,તેમને કાચો માલ પૂરો પાડવા, ફેકટરીની સાફ-સફાઇ અને સેનેટાઇઝેશનની મંજૂરી અપાઇ છે. સૌથી પહેલાં ઓટો ઇન્ડસ્ટ્રી, ફેશન ડિઝાઇન અને લોખંડ ઉદ્યોગ ખોલવામાં આવશે પરંતુ લોમ્બાર્ડી અને તેની આસપાસના વિસ્તારોમાં હજુ કડક અમલ ચાલુ રહેશે. આ વિશ્વનો સૌથી કોરોના પ્રભાવિત વિસ્તાર છે. ઇટાલીમાં કોરોનાથી 21 હજાર મોત થયાં છે, તેમાંથી 11 હજાર માત્ર લોમ્બાર્ડીના જ છે. રાજધાની મિલાન આ ક્ષેત્રમાં જ આવે છે. તેના પાડાશી ક્ષેત્ર ઇમીલિયા, રોમાગ્ના, પીડમોન્ટ અને વેનેટોમાં પણ કોરોનાએ તબાહી મચાવી છે. આ સમગ્ર ક્ષેત્રની દેશની જીડીપીમાં 45 ટકાની ભાગીદારી છે.

બીજી બાજુ સારી વાત એ છે કે નવા કેસ આવવાનો દર 1.7 ટકા થઇ ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી ઓછો છે. સરેરાશ દરરોજ 3 હજાર કેસ આવી રહ્યા છે. બધું જ યોજના મુજબ રહ્યું તો 3 મે સુધી લૉકડાઉન હટાવી લેવાશે. તેની જવાબદારી 59 વર્ષના વિટોરિયા ક્લોને સોંપવામાં આવી છે. તેમના નેતૃત્વમાં 17 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. તેમાં ટોચના સ્તરના વકીલ, સમાજશાસ્ત્રી, મનોવિજ્ઞાની અને ડોક્ટરો છે. આ ટોસ્ક ફોર્સ સાયન્ટિફિક ટેક્નિકલ કમિટીની સાથે નવું ઓર્ગેનાઇઝેશન મોડલ બનાવી રહી છે.


માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ હવે જીવનનો ભાગ
બુકસ્ટોર, સ્ટેશનરી અને બાળકોના વસ્ત્રોની દુકાનો ફરી ખૂલી ગઇ છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું છે. સાથે જ ગ્રાહકોને ડિસ્પોઝલ ગ્લોવ્ઝ પણ આપવાના રહેશે.


દિવસમાં બે વાર શોરૂમ સેનેટાઇઝ કરવું જરૂરી
કીબોર્ડ, ટચ સ્ક્રીન અને પેમેન્ટ સિસ્ટમને પણ દરરોજ સમય-સમયે સેનેટાઇઝ કરવાનું રહેશે. દરેક સ્થિતિમાં માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ખાણી-પીણીની દુકાનોમાં ગ્લોવ્ઝનો ઉપયોગ ફરજિયાત કરાયો છે. 

શોરૂમમાં આવવા-જવાના ગેટ અલગ હશે
40
ચો.મીની દુકાનમાં બે ઓપરેટર ઉપરાંત એક સમયમાં એક જ વ્યકિત રહેશે. જ્યાં સંભવ હોય તો એન્ટ્રી અને એક્ઝિટ અલગ-અલગ હશે. લોકોને એક્સેસ માટે ટાઇમ સ્લોટ્સ પણ નક્કી કરાશે.


ફેકટરીમાં વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા જરૂરી
ફેક્ટરીઓની દેખરેખ, પેમેન્ટ મેનેડમેન્ટની સાથે સેનેટાઇઝેશનની મંજૂરી અપાઇ છે. દિવસમાં બે વાર સફાઇ કરવાની રહેશે. દુકાનો અને ફેકટરીઓમાં પ્રાકૃતિક વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.


દુકાનોમાં ભીડ નહીં થાય, નક્કી સમયમાં ખરીદી કરાશે
સ્ટેશનરી, બુક સ્ટોર, બાળકોની વસ્ત્રોની દુકાનો, કમ્પ્યૂટર, મેન્યુફેક્ચરિંગ, બાંધકામ સહિત ઘણા ક્ષેત્રોને કડક પ્રતિબંધો સાથે ખોલી નાંખવામાં આવ્યા છે. દુકાનોમાં ભીડ ન થાય તે માટે લોકોને નક્કી ટાઇમ સ્લોટમાં ખરીદી કરવાની રહેશે. ઇટાલીના મોટા ભાગનાં ક્ષેત્રોમાં માસ્ક અને ગ્લોવ્ઝ ફરજિયાત કરી દેવાયા છે. રેડ ઝોન વિસ્તારોમાં એક કરોડ માસ્ક વહેંચવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post