• Home
  • News
  • અમેરિકામાં કોરોનાથી હતાશ લોકો કોલસેન્ટર પર કરી રહ્યા છે મન કી બાત, સંબંધો તૂટવા, અનિશ્ચિતતા, ટ્રાવેલ પ્લાન જેવા મુદ્દાનો સમાવેશ
post

લાસ વેગાસની ઈ-કોમર્સ કંપનીએ લૉકડાઉન દરમિયાન સામાન્ય લોકો માટે શરૂ કરી સેવા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 10:14:05

ન્યૂયોર્ક: ન્યૂયોર્કમાં રહેતી રોજ વંગે જ્યારે મધર્સ ડે પર મમ્મી માટે ખરીદેલી ગિફ્ટ અંગે જાણવા ઈ-કોમર્સ કંપનીના કોલસેન્ટર પર ફોન કર્યો તો તેને કંઈક અલગ જ અનુભવ થયો. તેને પોતાના સવાલનો જવાબ તો મળ્યો જ આ ઉપરાંત તેણે કોલસેન્ટરના પ્રતિનિધિ ક્રિસ્ટલ મોજોલ સાથે લગભગ 45 મિનિટ વાત કરી. કેમ કે, વોંગને તેની સાથે વાતચીત કર્યા પછી પોતાની દાદી યાદ આવી ગઈ હતી. બંનેએ માતા-પુત્રીના સંબંધો, લોસ વેગાસમાં બ્રાઝિલી રેસ્ટોરન્ટ અને હવાઈ ટ્રીપ જેવા વિષયો પર વાત કરી. 


હકીકતમાં 33 વર્ષની વોંગ પણ કોરોના સંકટમાં એકલા રહીને કંટાળી ગઈ હતી અને મનની વાત કરવા માટે આતુર હતી. રોગચાળા દરમિયાન એકાંતવાસ અને ચિંતામાં ડૂબેલા આવા જ લોકો માટે જ જેપ્પોસે પોતાનું કસ્ટમર કોલસેન્ટર સમર્પિત કરી દીધું છે. તેના પર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મુદ્દે વાત કરી શકે છે. પોતાની મુશ્કેલી-ચિંતા જણાવી શકે છે.


એક ગ્રાહક સાથે તો લગભગ 11 કલાક સુધી વાતો ચાલી 
સમયની માગને જોતાં રિટેલ કંપનીએ પોતાના કોલસેન્ટરમાં આ ફેરફાર કર્યો છે, જેથી લોકો દિલ ખોલીને પોતાની વાત કહી શકે. આ આઈડિયા કંપનીના જ કર્મચારી બ્રાયન કાલ્માનો છે. તેણે જણાવ્યું કે, અમે એ વાત પર વિચાર કરી રહ્યા હતા કે દુનિયા સંપૂર્ણપણે અનલૉક થઈ જાય, ત્યાર પછી પણ લોકોના મગજમાં આપણે રહીએ, તેના માટે આ શરૂઆત કરી છે. આ સેવા શરૂ કરતા પહેલાં પણ અમે ગ્રાહકોની વાતો ધ્યાનથી સાંભળતા હતા. એક ગ્રાહક સાથે તો લગભગ 11 કલાક સુધી વાતો ચાલી હતી. 


બ્રેડ બનાવવા માટે લોટ અને કરિયાણાની દુકાનનું સરનામું પણ પૂછે છે 
કોલસેન્ટરના પ્રતિનિધિઓનો અનુભવ પણ સારો રહ્યો છે. સામાન્ય દિવસોમાં ડિલિવરી ન થવી, સંતોષ ન થવો, રિટર્ન કરવા જેવી ફરિયાદો જ સાંભળવા મળતી હોય છે. કોરોના સંકટમાં લોકો પોતાના સંબંધો તૂટી જવા, આર્થિક સ્થિતિ ખરાબ થવી અને અનિશ્ચિતતા અંગે પણ વાતો કરે છે. લોકો ભવિષ્યના ટ્રાવેલ પ્લાન, નેટફ્લિક્સના શો જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરે છે. પ્રતિનિધિઓ અનુસાર અનેક વખત તો લોકો ઘરે બ્રેડ બનાવવા માટે કેટલો લોટ લેવો અને નજીકની કરિયાણાની દુકાન અંગે પણ પૂછપરછ કરતા હોય છે. મદદ કરીને અમને ખુશી સાથે સંતોષ પ્રાપ્ત થાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post