• Home
  • News
  • દેશમાં કોરોના વાયરસ અંગે સંશોધન:દુબઈ અને UKથી ભારત આવેલા લોકોએ સૌથી વધારે સંક્રમણ ફેલાવ્યું, જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે સંક્રમિત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ખુલાસો થયો
post

દુબઈથી આવેલા 144 અને બ્રિટનથી આવેલા 64 લોકો દેશમાં મહામારીના શરૂઆતી દિવસોમાં સંક્રમણ ફેલાવનાર પ્રાઈમરી સોર્સ બન્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-28 12:10:37

દુબઈ તથા UKની યાત્રા કરીને આવનારા લોકોને લીધે ભારતમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) મંડી દ્વારા તેના અહેવાલમાં આ દાવો કર્યો છે. સંસ્થાએ જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે સંક્રમિત થયેલા દર્દીના ટ્રાવેલ હિસ્ટ્રીનીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ માહિતી સામે આવી છે. હકીકતમાં દેશમાં કોરોના મહામારીનું સંક્રમણનો ફેલાવો પ્રારંભિક તબક્કામાં દુબઈથી 144 અને બ્રિટનથી 64 લોકો સ્વદેશ પરત ફર્યા હતા. આ લોકો જ દેશમાં સંક્રમણ ફેલાવવાનો પ્રાથમિક સ્રોત બન્યા હતા. IIT, મંડીના આસિસ્ટન્ટ પ્રોફેસર સરિતા આઝાદ અને તેમની વિદ્યાર્થીની સુષ્મા દેવીએ દેશમાં કોરોનાના આટલા ઝડપી ફેલાવાને લગતું આ સંશોધન કર્યું છે. આ સંશોધનને જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યુ છે. સંશોધકોએ વૈશ્વિક સ્તરેથી રાષ્ટ્રીય સ્તર પર આ બિમારી શા માટે ફેલાઈ તેની પાછળના કારણો શોધ્યા છે. આ પૈકી કેટલાક સુપર સ્પ્રેડર એટલે કે મોટાપાયે સંક્રમણ ફેલાવનારાઓની પણ ઓળખ કરવામાં આવી છે.

ત્રણ રાજ્યોમાં કેસ વધવા છતાં સંક્રમણ ઓછું ફેલાયું
આસિસ્ટન્ટ પ્રોફેસર આઝાદના જણાવ્યા પ્રમાણે પહેલા તબક્કામાં સંક્રમણ ફેલાયુ તેની માહિતી પણ ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે જાણવા મળી છે. તેમા માલુમ પડ્યુ છે કે મોટાભાગના લોકો સ્થાનિક સ્તરે ટ્રાન્સમિશનને લીધે સંક્રમિત થયા હતા. 25 માર્ચથી 14 એપ્રિલ વચ્ચે સૌથી વધારે તમિલનાડુ, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા વધી. જોકે અહીં સંક્રમણનું સ્તર ઓછું હતું.

તેને લીધે આ રાજ્યોના સંક્રમિતોની કમ્યુનિટીથી બહાર સંક્રમણ ફેલાવવામાં ભૂમિકા ઓછી રહી. બીજી બાજુ ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકમાં આ સંક્રમણનું પ્રમાણ વધારે હતું. આ રાજ્યોમાં અન્ય રાજ્યોમાંથી સંક્રમણ ફેલાયું.

ભારતમાં અત્યારે 59 લાખથી વધારે સંક્રમિત
સંશોધકોએ અહેવાલ તૈયાર કરવા માટે અનેક રાજ્યોમાં સંક્રમણ ફેલાવતા મોડ્યૂલ અને ક્લસ્ટર્સની ઓળખ કરી ચે. રિસર્ચ માટે રિયલ ટાઈમ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે કોરોના મહામારી ઓછી થશે ત્યારે એક સારું સંશોધન ભવિષ્યના રેકોર્ડ તરીકે કામ કરશે.દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 59 લાખ 96 હજાર 823 છે. અત્યાર સુધીમાં 94 હજારથી વધારે લોકોનું કોરોનાને લીધે મૃત્યુ થયુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post