• Home
  • News
  • કૃષિ કાયદો રદ કરવાની અરજી:સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; મજબૂતાઈથી પક્ષ રાખવા માટે ખેડૂતોએ 500 જૂથબાજોનો ડેટા બનાવ્યો
post

હરિયાણામાં ખેડૂતોએ મંચ તોડ્યું, CMનો કાર્યક્રમ રદ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 12:15:45

ખેડૂત આંદોલનનો આજે 47મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. ખેડૂતોએ રવિવારે 500 જૂથબાજોનો ડેટા તૈયાર કર્યો અને વકીલ પ્રશાંત ભૂષણ સાથે 3 કલાક ચર્ચા ચાલી. કોર્ટને જણાવાશે કે આંદોલનમાં માત્ર પંજાબ જ નહીં, પણ દેશભરના ખેડૂત સંગઠનો સામેલ છે.

નુકસાન સહિત દરેક વાત કોર્ટને જણાવીશું
ખેડૂત સંગઠનો નવા કાયદાને કારણે થતા નુકસાન વિશે કોર્ટમાં જણાવશે. એક-એક વાત બારીકાઈથી જણાવાશે. એવું પણ જણાવશે કે કેવી રીતે તેમને આંદોલન કરવા માટે મજબૂર કરાયા છે. આ ત્રણ કાયદા વિશે કેવી રીતે મજબૂતાઈથી પક્ષ રાખવામાં આવે, આ અંગે પણ ઘણા સિનિયર વકીલ સાથે ચર્ચા થઈ.

સુપ્રીમ કોર્ટમાં અત્યારસુધી

·         16 ડિસેમ્બરઃ કોર્ટે કહ્યું હતું, ખેડૂતોના મુદ્દાનો હલ નહીં નીકળે તો રાષ્ટ્રીય મુદ્દો બનશે.

·         6 જાન્યુઆરીઃ કોર્ટે સરકારને કહ્યું હતું, સ્થિતિમાં કોઈ સુધારો નથી આવ્યો, ખેડૂતોની સ્થિતિ સમજીએ છીએ.

·         7 જાન્યુઆરીઃ તબલીઘી જમાત મામલમાં સુનાવણી દરમિયાન કોર્ટે ચિંતા વ્યક્ત કરી. કહ્યું- ખેડૂત આંદોલનના કારણે ક્યાંક મરકજ જેવી સ્થિતિ ઊભી ન થઈ જાય.

હરિયાણામાં ખેડૂતોએ મંચ તોડ્યું, CMનો કાર્યક્રમ રદ
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવિવારે કરનાલ જિલ્લાના કેમલા ગામમાં ખેડૂત મહાપંચાયત કરવાના હતા. સીએમ ત્યાં પહોંચે એની પહેલાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકાર પહોંચી ગયા અને કાળા ધ્વજ લહેરાવીને નારાબાજી કરવા માંડ્યાં તેમણે મંચ પર પણ તોડફોડ કરી. પ્રદર્શનકારોએ CMના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે બનાવાયેલા હેલિપેડને પણ ખોદી નાખ્યું, આના કારણે હેલિકોપ્ટર લેન્ડ ન થઈ શક્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post