• Home
  • News
  • Petrol Diesel Price: ચૂંટણી પૂરી થયા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
post

છેલ્લા ચાર દિવસમાં ડીઝલમાં 1 રૂપિયો પ્રતિ લીટરનો ભાવ વધાર થયો છે. તો આ દરમિયાન પેટ્રોલમાં 77 પૈસાનો વધારો થયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-07 10:33:33

નવી દિલ્હીઃ સરકારી તેલ કંપનીઓ  (Government Oil Companies)  એ આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો  (Price hike) કર્યો છે. વધારો પણ એવો કે ચાર દિવસમાં ડીઝલ પ્રતિ લીટર એક રૂપિયો મોંઘુ થઈ ગયું છે. પરંતુ કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજાર  (International Market of Crude Oil) માં આવી તેજી નથી. શુક્રવારે દિલ્હીની બજારમાં પેટ્રોલ 28 પૈસાના વધારા સાથે 91.27 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ડીઝલ પણ 31 પૈસાના ઉછાળા સાથે 81.73 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. 

ત્રણ દિવસમાં 90 પૈસા મોંઘુ થયું પેટ્રોલ
છેલ્લા બે મહિનાથી દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. પાછલા મહિને કાચુ તેલ મોંઘુ થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નહતો. પરંતુ આ વચ્ચે કાચુ તેલ સસ્તુ થયા બાદ ચાર ભાગમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા હતા. તેનાથી પેટ્રોલ 77 પૈસા પ્રતિ લીટર સસ્તું થઈ ગયું હતું. હવે સતત ચોથા દિવસે ભાવમાં વધારો થયો છે. ચાર દિવસમાં પેટ્રોલ 90 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 

જાણો તમારા શહેરમાં શું છે ભાવ

શહેરનું નામ

પેટ્રોલ રૂપિયા/લીટર

ડીઝલ રૂપિયા/લીટર

દિલ્હી

91.27

81.73

મુંબઈ

97.61

88.82

ચેન્નઈ

93.15

86.65

કોલકત્તા

91.41

84.57

ભોપાલ

99.28

90.01

રાંચી

88.57

86.34

બેંગલુરૂ

94.30

86.64

પટના

93.92

86.94

ચંડીગઢ

87.80

81.40

લખનઉ

89.36

82.10

ત્રણ દિવસમાં 100 પૈસા મોંઘુ થયું ડીઝલ
પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ચૂંટણીની અધિસૂચના 26 ફેબ્રુઆરીએ જાહેર થઈ હતી. ત્યારબાદ સરકારી તેલ કંપનીઓએ છેલ્લે 27 ફેબ્રુઆરી 2021ના ડીઝલના ભાવમાં 17 પૈસાનો વધારો કર્યો હતો. ત્યારબાદ બે મહિનાથી વધુ સમય સુધી કોઈ ભાવ વધારો જોવા મળ્યો નહીં. પરંતુ માર્ચ-એપ્રિલ દરમિયાન ડીઝલના ભાવમાં ચાર વખત ઘટાડો જોવા મળ્યો હતો. તે કારણે ડીઝલ 74 પૈસા સસ્તું થયું હતું. હવે સતત ચોથા દિવસે તેમાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચાર દિવસમાં ડીઝલમાં એક રૂપિયો પ્રતિ લીટરનો વધારો થયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post