• Home
  • News
  • Petrol-Diesel Price Today: અત્યાર સુધીમાં 8 રૂપિયાથી વધુ મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, ફટાફટ ચેક કરો આજના ભાવ
post

છેલ્લા 32 દિવસમાં જ પેટ્રોલ 8.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 8.11 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-28 10:43:11

Petrol-Diesel Price Today on 28 June 2021: આંતરરાષ્રીPeય માર્કેટમાં કાચા તેલ (Crude Oil Price)ની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જોવા મળી રહ્યા છે. સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol Diesel Price Today)ની વાત કરીએ તો આજે અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. સરકારી ઓઇલ કંપનીઓએ ઈંધણન ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી તરફ, રવિવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. આ ભાવવધારા બાદ રાજધાની દિલ્હી (Delhi)માં એક લીટર પેટ્રોલની કિંમત 98.52 રૂપિયા અને ડીઝલ 88.95 રૂપિયા પર પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, અનેક રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. જેમાં જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, લેહ, બંસવાડા, ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગા, મુંબઈ, રત્નાગિરી અને ઔરંગાબાદ પણ સામેલ છે.

કેટલા મોંઘા થયા પેટ્રોલ અને ડીઝલ?

4 મે બાદથી પેટ્રોલની કિંમતમાં સમયાંતરે તેજી જોવા મળી રહી છે. છેલ્લા 32 દિવસમાં જ પેટ્રોલ 8.14 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. તો ડીઝલ 8.11 રૂપિયા પ્રતિ લીટર વધી ગયું છે.


ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 28 June 2021)

>> દિલ્હી- પેટ્રોલ 98.46 રૂપિયા અને ડીઝલ 88.95 રૂપિયા પ્રતિ લીટર છે.

>> મુંબઈ- પેટ્રોલ 104.56 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર છે.

>> ચેન્નઈ- પેટ્રોલ 99.55 રૂપિયા અને ડીઝલ 93.51 રૂપિયા પ્રતિ લીટર છે.

>> કોલકાતા- પેટ્રોલ 98.36 રૂપિયા અને ડીઝલ 91.80 રૂપિયા પ્રતિ લીટર છે.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post