• Home
  • News
  • માણસ પહેલાં માર્કેટને વેક્સિન:આજે શેરોમાં દિવાળી - ફાઇઝરની વેક્સિન 90% અસરકારક, ડાઉ જોન્સ 1200 પોઈન્ટ ઉછળ્યો
post

વેક્સિનના સમાચાર મળતાં જ સોનું 2300 રૂપિયા સસ્તું થઇ ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 08:55:57

દવા ઉત્પાદક કંપની ફાઈઝરે દાવો કર્યો કે, અમારા ત્રીજા ટ્રાયલમાં કોરોના વેક્સિન 90% લોકો પર કારગર સાબિત થઈ. આ સમાચાર આવતા જ ભારતીય શેરબજારે અત્યાર સુધીનું સૌથી ઊંચું 42,597નું સ્તર હાંસલ કર્યું. આ ઉપરાંત યુરોપિયન શેરબજારો પણ 6% સુધી ઉછળ્યા, જે કોરોનાની બીજી લહેરના કારણે મંદીના દોરમાં હતા. સોનામાં પ્રતિ 10 ગ્રામ 2300નો કડાકો બોલી ગયો હતો. અમેરિકન શેરબજારે પણ તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 1200 પોઈન્ટ જેટલો વધી ગયો હતો. તેની અસર ભારતમાં મંગળવારે પણ જોવા મળી શકે છે. કારણ કે, વેક્સિનના સમાચાર ભારતીય બજારો બંધ થઈ ગયા પછી આવ્યા હતા. તેથી મંગળવારે શેરોમાં અફડાતફડી જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post