• Home
  • News
  • ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ કહ્યું, રશિયા વેક્સીનનો પ્રથમ ડોઝ મારા પર પ્રયોગ કરે, હું જનતાની વચ્ચે તેને લગાવડાવીશ
post

રશિયાએ હાલમાં જ રોડ્રિગોને વેક્સીન લગાવવા માટેની ઓફર આપી હતી જેનો તેમણે સ્વીકાર કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 10:44:59

રશિયાની વેક્સીન પર ઉઠાઈ રહેલા સવાલો વચ્ચે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ આ બાબતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું હતું કે, જ્યારે પણ વેક્સીન આવશે તો જનતાની વચ્ચે જઈને સૌ પ્રથમ હું લગાવડાવીશ. વેક્સીનનો પ્રથમ પ્રયોગ મારા પર કરવામાં આવે. મને કોઈ મુશ્કેલી નથી. રશિયાએ હાલમાં જ રોડ્રિગોને વેક્સીન લગાવવા માટેની ઓફર આપી હતી જેનો તેમણે સ્વીકાર કર્યો છે.

હવે ફિલિપાઈન્સ રશિયાની સાથે મળીને ક્લિનિકલ ટ્રાયલ કરવા અને સ્થાનિક સ્તર પર વેક્સીનનું પ્રોડક્શન કરવામાં મદદ કરશે. ફિલિપાઈન્સમાં અત્યાર સુધી કોરોનાના 1,36,638 કેસ સામે આવ્યા છે. દક્ષિણ એશિયામાં સૌથી વધારે કોરોનાના કેસ ધરાવતો દેશ છે.

રજીસ્ટ્રેશન બાદ જલ્દીથી વેક્સીન ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ

મીડિયા રિપોર્ટ પ્રમાણે, રશિયન સરકાર 12 ઓગસ્ટે વેક્સીનનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જલ્દીમાં જલ્દી ફિલિપાઈન્સને કોવિડ- 19ની વેક્સીન ઉપલબ્ધ કરાવશે. ત્યાર બાદ જનતાને વેક્સીન ઉપલબ્ધ થશે. રશિયાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે મોટા સ્તર પર આ રસી ઓક્ટોબર માસમાં રસીકરણ માટે ઉપલબ્ધ થશે.

રશિયામાં હેલ્થ વર્કરોને પહેલા વેક્સીન આપવાનો દાવો

રશિયાના આરોગ્ય મંત્રી મિખાયલ મુરાશકોએ જણાવ્યું હતું કે, વેક્સીન સૌ પ્રથમ તેમને આપવામાં આવશે જેઓ આ જોખમી ગ્રુપમાં સામેલ હતા. પરંતુ, મિખાયલે તે સ્પષ્ટ નથી કહ્યું કે હેલ્થ વર્કર ત્રીજા તબક્કાના ટ્રાયલનો ભાગ છે કે ટ્રાયલ પૂર્ણ થયા બાદ તેમને આપવામાં આવશે.

ગત મહિને ચીન પાસે વેક્સીનની માંગ કરી હતી

રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ગત મહિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમક્ષ મદદની માંગ કરતા કહ્યું હતું કે તેઓ પ્રાથમિકતાના આધાર પર કોવિડ- 19ની વેક્સીન અમને ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે.

મોટા સ્તર પરના ત્રણ ટ્રાયલ આ મહિનામાં થશે

રશિયાના રક્ષા મંત્રાલય પ્રમાણે, વેક્સીન ટ્રાયલના પરિણામ સામે આવ્યા છે. જેમાં સારી ઇમ્યુનીટી વિકસિત થવાનું પ્રમાણ મળ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ વોલેન્ટિયરમાં કોઈ જ સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા નથી. લેબને વેક્સીનના એપ્રુવલની રાહ છે. આ બાબતની મંજૂરી મળતા જ લોકોને પહોંચાડવામાં આવશે.

રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની વેક્સીન તૈયાર કરી લીધી છે, તે ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ રહી છે. ટ્રાયલના રિપોર્ટ મુજબ, જે વોલેન્ટિયરને વેક્સીન આપવામાં આવી છે તેમના વાયરસ સામે લડવામાં ઇમ્યુનીટી વિકસિત થઇ છે.

ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર ઓલેગઈ એક કેન્સર સેન્ટરના ઉદ્દઘાટન પર કહ્યું, વેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. અમારે ખાતરી કરવાની જરૂર છે કે વેક્સીન સુરક્ષિત સાબિત થાય. તેથી, તે પહેલા વૃદ્ધો અને તબીબી વ્યાવસાયિકોને આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post