• Home
  • News
  • PM મોદી એક્શનમાં: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દરિયાઇ સુરક્ષા પર ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે
post

UNSC માં માત્ર પાંચ સ્થાયી સભ્ય અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. વર્તમાનમાં ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-09 09:56:53

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની સમુદ્રી સુરક્ષા પર એક ડીબેટની ડિજિટલ માધ્યમથી અધ્યક્ષતા કરશે. તેનો વિષય 'સમુદ્રી સુરક્ષા વધારવી- આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટેનો કેસ' હશે. 

ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે પીએમ મોદી
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં કહ્યું કે, આ ચર્ચામાં યૂએનએસીના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને ત્યાંની સરકારોના સામેલ થવાની સંભાવના છે. તેમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારી અને પ્રમુખ પ્રાદેશિક સંગઠનોના પણ સામેલ થવાની સંભાવના છે. પીએમઓએ કહ્યુ- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરનાર નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ ચર્ચાના કેન્દ્રમાં સમુદ્રી અપરાધ અને અસુરક્ષા અને આ ક્ષેત્રમાં સહયોગ વધારવો હશે. 

પીએમઓએ કહ્યું કે યુએનએસસીએ દરિયાઇ સુરક્ષા અને દરિયાઇ ગુનાના વિવિધ પાસાઓની ચર્ચા કરી છે અને અનેક ઠરાવો પસાર કર્યા છે. પરંતુ આ પ્રથમવાર થશે જ્યારે સમુદ્રી સુરક્ષા પર ઉચ્ચ સ્તરીય અને ખુલ્લી ચર્ચા ગાઢ રીતે થશે. પીએમઓએ કહ્યું- કોઈ પણ દેશ દરિયાઈ સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે ચિંતા કરી શકતો નથી, તેથી યુએનએસસીમાં વ્યાપક વિષય તરીકે તેને આગળ વધારરો મહત્વપૂર્ણ છે.

ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય
સમુદ્રી સુરક્ષમાં એક વ્યાપક દ્રષ્ટિકોણ હોવો જોઈએ, જેમાં કાયદેસર સમુદ્રી ગતિવિધિઓની રક્ષા થઈ શકે અને સાથે સમુદ્રી ક્ષેત્રના પરંપરાગત અને બિન-પરંપરાગત ખતરાનો સામનો કરી શકાય. મહત્વનું છે કે ભારત આ વર્ષે ઓગસ્ટ મહિના માટે યૂએનએસસીની અધ્યક્ષતા કરી રહ્યું છે. એક ઓગસ્ટથી ભારતે આ જવાબદારી સંભાળી છે. યૂએનએસસીમાં માત્ર પાંચ સ્થાયી સભ્યો અમેરિકા, ચીન, બ્રિટન, રશિયા અને ફ્રાન્સ છે. વર્તમાનમાં ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post