• Home
  • News
  • મેટ્રોલોજી કોન્ક્લેવમાં મોદી:વડાપ્રધાને કહ્યું-બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર, આ નવા વર્ષની ઉપલબ્ધિ; ગ્લોબલ ક્રેડિબિલિટી પણ હશે તો પ્રોડ્ક્ટસની ક્વોલિટીથી તાકાત વધશે
post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાની બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન બનાવવામાં સફળતા ઉપલબ્ધિ છે. દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 12:21:33

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદઘાટન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યુ. તેમણે નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ લેબ, નેશનલ એટમિક ટાઈમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્યની શરૂઆત પણ કરી. મોદીએ કહ્યું કે નવા દાયકામાં આ શુભારંભ દેશનું ગૌરવ વધારનાર છે. નવું વર્ષ વધુ એક મોટી ઉપલબ્ધિ લઈને આવ્યું. વિજ્ઞાનીઓએ એક નહીં પણ બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. દેશને વિજ્ઞાનીઓના યોગદાન પર ગર્વ છે. દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે.

મોદીના ભાષણની મહત્વની વાતો
યુવા વિજ્ઞાનીઓ તૈયાર કરવા પર ભાર
વડાપ્રધાને કહ્યું કે આપણા વિજ્ઞાનીઓએ વેક્સિન માટે દિવસ-રાત એક કરી દીધા. દરેક પડકારનો સામનો કર્યો, નવી પરિસ્થિતિઓનું સમાધાન શોધાશે. આપણા યુવાનો CSIR અંગે વધુ જાણવા સમજવા માગે છે. અહીંના વિજ્ઞાનીઓ દેશના વિદ્યાર્થીઓ, સ્કૂલોની સાથે વધુમાં વધુ સંવાદ કરે, જેથી યુવા વિજ્ઞાનીઓ તૈયાર કરવામાં મદદ મળી શકે.

આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે
CSIR-NPL
એ દેશમાં સાયન્ટિફિક ઈવેલ્યુએશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપણે જ્યારે પાછળ જોઈએ છીએ તો શરૂઆત ગુલામીમાંથી બહાર નીકળેલા ભારતના નવનિર્માણ પર કરાઈ હતી. આપની ભૂમિકામાં વધુ વિસ્તરણ થયું છે. નવી મંઝિલો સામે છે. 2047માં આઝાદીના 100 વર્ષ થશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને ધ્યાનમાં રાખીને આપણે નવા બેન્ચમાર્ક રચવાની દિશામાં આગળ વધવાનું છે.

ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સથી ભારતીય પ્રોડક્ટની તાકાત નક્કી થશે
CSIR
એક રીતે ભારતનું ટાઈમ કિપર છે. જ્યારે સમયની જવાબદારી આપની છે તો નવા સમયનું બનવું પણ આપના પર જ નિર્ભર રહેશે. આ દાયકામાં ભારતે પોતાના સ્ટાન્ડર્ડ્સને નવી ગતિ આપવાની થશે. આપણી સર્વિસિઝની ક્વોલિટી હોય, સરકારી હોય કે પ્રાઈવેટ, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ નક્કી કરશે કે ભારતીય પ્રોડક્ટ્સની તાકાત દુનિયામાં કેટલી વધે. કોઈપણ રિસર્ચ માપ અને તોલ વિના આગળ ન વધી શકે. આથી મેટ્રોલોજી, મોર્ડેનિટીની આધારશિલા છે. મેટ્રોલોજી આપણા માટે મિરર જેવી છે. દુનિયામાં આપણી પ્રોડક્ટ્સ ક્યાં સ્ટેન્ડ કરે છે, આ ઈન્ટ્રોસ્પેક્શન મેટ્રોલોજીથી જ સંભવ છે.

મેઈડ ઈન ઈન્ડિયાની ગ્લોબલ ક્રેડિબિલિટી પણ હોય
આપણે દુનિયાને ભારતીય ઉત્પાદનોથી ભરવાની નથી, આપણે દરેક ખૂણે લોકોના દિલ જીતવાના છે. મેઈડ ઈન ઈન્ડિયાની માત્ર ગ્લોબલ ડિમાંડ નહીં પણ ગ્લોબલ ક્રેડેબિલિટી હોય. આજે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે, જેની પોતાની નેવિગેશન સિસ્ટમ છે. આજે એ તરફ એક કદમ આગળ વધ્યા છીએ. હવે ફૂડ, એડિબલ ઓઈલ, હેવી મેટલ્સ, ફાર્મા ટેક્સટાઈલ્સ પોતાના રેફરન્સ સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. નવા માપદંડોથી ક્ષેત્રીય ઉત્પાદનોને ગ્લોબલ ઓળખ આપવાની યોજના છે. નવા માપદંડોથી એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ બંનેની ક્વોલિટી સુનિશ્ચિત થશે.

રિસર્ચ પર ટકેલું છે ભવિષ્ય
કોઈપણ પ્રગતિશીલ સમાજમાં રિસર્ચ જીવનનો સહજ સ્વભાવ પણ હોય છે. તેના પ્રભાવ કમર્શિયલ અને સોશિયલ હોય છે. અનેકવાર રિસર્ચ કરતી વખતે એ અંદાજ હોતો નથી કે ભવિષ્યમાં તે શું કામમાં આવશે. પરંતુ જ્ઞાનનો ભંડાર ક્યારે બેકાર જતો નથી. જે રીતે આત્મા મરતી નથી, એમ જ રિસર્ચ પણ ક્યારે મરતું નથી. ગ્રેગર મેન્ડલ કે નિકોલા ટેસ્લાના રિસર્ચ તેમની દુનિયામાંથી વિદાય પછી સામે આવ્યા. ડ્રોન અગાઉ યુદ્ધ માટે બનાવાયા હતા, આજે તેનાથી સામાનની ડિલિવરી અને ફોટોગ્રાફી પણ થઈ રહી છે.

યુવાનો પાસે રિસર્ચમાં ઘણી સંભાવનાઓ
આજે જીવનનો કોઈ હિસ્સો નથી કે જ્યાં વીજળી વિના ચાલી શકે. એક સેમી કન્ડક્ટરની શોધથી દુનિયા કેટલી બદલાઈ ગઈ. આવનારૂં ભવિષ્ય બિલકુલ અલગ હશે. ગત 6 વર્ષમાં દેશે આ માટે ફ્યુચર રેડી ઈકોસિસ્ટમ બનાવવા પર કામ કર્યુ. દેશમાં આજે બેઝિક રિસર્ચ પર જોર આપવામાં આવી રહ્યું છે. આજે ભારતમાં ઈન્ડસ્ટ્રી અને ઈન્સ્ટીટ્યુશન્સ વચ્ચે સંબંધ મજબૂત કરાય છે. આજે ભારતના યુવાનો પાસે રિસર્ચમાં અપાર સંભાવનાઓ છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની સુરક્ષા કેવી રીતે હોય, એ પણ યુવાનોએ શીખવું પડશે.

શું છે આ લેબ્સની ખાસિયત?

·         નેશનલ એટમિક ટાઈમસ્કેલ સ્થાનિક ભારતીય સમય 2.8 નેનો સેકન્ડની સચોટતા સાથે આપે છે.

·         નેશનલ મેટ્રોલોજી આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ ક્વોલિટી સુનિશ્ચિત કરવા માટે લેબમાં તપાસ અને મેઝરમેન્ટમાં સહયોગ કરશે.

·         નેશનલ એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ્સ લેબમાં એ ડિવાઈસની ક્વોલિટી ચેક કરાશે જેના દ્વારા વાયુ અને ઔદ્યોગિક પ્રદૂષણ અને ઉત્સર્જનની તપાસ કરાય છે.

કાલે મોદી કોચિન-મેંગલુરુ નેચરલ ગેસ પાઈપલાઈનનું ઉદઘાટન કરશે
પીએમ મોદી 5 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોચિન-મેંગલુરુ નેચરલ ગેસ પાઈપલાઈનનો શુભારંભ કરશે. આ પ્રોગ્રામ એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રિડની યોજનાને આગળ વધારવામાં મોટી ભૂમિકા ભજવશે.

450 કિમીની આ પાઈપલાઈનને ગેલ (ઈન્ડિયા) લિમિટેડે તૈયાર કરી છે. તેની ટ્રાન્સપોર્ટેશન ક્ષમતા 1.20 લાખ મેટ્રિક મારદંડ ઘન મીટર પ્રતિદિન છે. આ કોચિન(કેરળ)માં લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) રિગેસિફિકેશન ટર્મિનલથી મેંગલુરુ (દક્ષિણ કન્નડ જિલ્લો, કર્ણાટક) સુધી નેચરલ ગેસ લઈ જશે.

આ પાઈપલાઈન એર્નાકુલમ, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાંથી પસાર થસે. પરિયોજનાનો કુલ ખર્ચ લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા છે. આ પાઈપલાઈન ઘરો સુધી પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પહોંચાડશે. તેની મદદથી ટ્રાન્સપોર્ટ એરિયાને CNG મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post