• Home
  • News
  • મોદીએ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યુ, ચેન્નાઈથી પોર્ટ બ્લેયર સુધીની લાઈનની લંબાઈ 2300 કિમી છે
post

આનો ખર્ચ 1224 કરોડ રૂપિયા આવ્યો છે, 2018માં તેનો પાયો વડાપ્રધાન મોદીએ જ રાખ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 11:32:01

પોર્ટ બ્લેયર: વડાપ્રધાન મોદીએ સોમવારે ચેન્નાઈ અને પોર્ટ બ્લેયરને જોડનારી સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું. જેની લંબાઈ 2,300 કિમી છે. જેનો ખર્ચ 1224 કરોડ રૂપિયા આવ્યો છે. 2018માં તેનો પાયો પીએમ મોદીએ રાખ્યો હતો. જેના દ્વારા ભારતીય દ્વીપ વચ્ચે સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી થઈ શકે.

આ કેબલથી પોર્ટ બ્લેયરને સ્વરાજ દ્વીર, લિટલ આંદામાન, કાર નિકોબાર, કમોર્તા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઈલેન્ડ અને રંગત સાથે પણ જોડી શકાશે. આ કેબલ લિંક ચેન્નાઈ અને પોર્ટ બ્લેયર વચ્ચે 2x200 GB પર સેકન્ડ(GBPS)ની બેન્ડવિડ્થ આપશે. પોર્ટ બ્લેયર અને બાકીના આઈલેન્ડ્સ વચ્ચે બેન્ડવિડ્થ 2x100 GBPS રહેશે.

મોદીના સંબોધનની મહત્વની વાતો
દોઢ વર્ષ પહેલા યોજનાના શુભારંભની તક મળી
ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર. આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાપર્ણની પણ તક મળી.

 

adv

Related News

post
post
post
post
post
post
post