• Home
  • News
  • PMનો આસામ પ્રવાસ:મોદીએ એક લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા, કહ્યું- જમીન માત્ર ઘાસ-માટી જ નથી, એ આપણી માતા પણ છે
post

ભૂપેન હજારિકાએ કહ્યું હતું- હે ધરતી માતા, મને તમારાં ચરણોમાં સ્થાન આપો. તમારા વગર ખેતી કરનારાઓ શું કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 13:06:25

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામમાં છે. અહીંના શિવસાગર જિલ્લામાં એક લાખથી વધુ લોકોને જમીનનો પટ્ટો આપવાની શરૂઆત કરી છે. પટ્ટો મળ્યા પછી લોકો જમીનના માલિક બની જશે. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે આપણે બધા એવી સંસ્કૃતિના ધ્વજવાહક છે, જ્યાં જમીનને ઘાસ-માટી-પથ્થર તરીકે જોવામાં આવતી નથી, આપણી જમીન આપણી માતા છે. ભૂપેન હજારિકાએ કહ્યું હતું- હે ધરતી માતા, મને તમારાં ચરણોમાં સ્થાન આપો. તમારા વગર ખેતી કરનારાઓ શું કરશે.

તેમણે કહ્યું કે સામના લોકોના આશીર્વાદ અને આત્મીયતા મારા માટે ખૂબ જ મોટુ સૌભાગ્ય છે. તમારો સ્નેહ મને વારંવાર મને અહીં લઈ આવે છે. છેલ્લા થોડા વર્ષોમાં મને આસામના ઘણા હિસ્સામાં આવવાની અને વિકાસ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળી છે. આ વખતે આસામના મૂળના રહેવાસીઓના સ્વાભિમાન સાથે જોડાયેલા કાર્યક્રમમાં સામેલ થવા આવ્યો છું.

મોદીના ભાષણની ખાસ વાતો
​​​​​​​1.
મૂળ નિવાસીઓ સાથે જોડાવવાની કોશિશ
આજે આસામના એક લાખથી વધુ મૂળ નિવાસી પરિવારોને ભૂમિનું સ્વામિત્વ મળવાથી તેમના જીવનની મોટી ચિંતા દૂર થઈ ગઈ છે. આજે અસમની માટીને પ્રેમ કરનાર અસમના મૂળ નિવાસીઓના જોડાણને કાયદાકીય સંરક્ષણ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કામ શિવસાગરના ચેરંગા પઠાર પર થઈ રહ્યું છે. તે જયમતીની બલિદાન ભૂમિ છે.

2. અગાઉની સરકારો પર પ્રહાર
આસામમાં જ્યારે અમારી સરકાર બની તો અહીંના 6 લાખ મૂળ નિવાસી પરિવાર એવા હતા, જેમની પાસે કાયદાકીય કાગળો ન હતા. પહેલાની સરકારોની પ્રાથમિકતામાં આ કામ ન હતું. સર્બાનંદ સોનોવાલની સરકારે આ દિશામાં કામ કર્યું. આજે અસમની સભ્યતા સુરક્ષિત રાખવાની સાથે ભૂઅધિકાર કાયદાને સંરક્ષિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

3. ખેડૂૂતો સાથે જોડાયેલી યોજનાઓનો ફાયદો
છેલ્લા થોડા વર્ષોમાં સવા બે લાખથી વધુ મૂળ નિવાસી પરિવારોને જમનીના પટ્ટા આપવામાં આવ્યા છે. હવે તેમાં બીજા એક લાખ પરિવારો જોડાશે. જમીનનો પટ્ટો મળવાથી મૂળ નિવાસી પરિવારોની માંગ પુરી થવાની સાથે લાખો લોકોનું જીવન સારુ બંને તે માટેનો રસ્તો પણ બન્યો છે. હવે તેમને પણ કિસાન ક્રેડિટ કાર્ડ, કિસાન બીમા યોજના અને અન્ય યોજનાઓનો પણ લાભ મળી શકશે. આ લોકો કારોબાર માટે લોન લઈ શકશે.

4. કોરોના વેક્સિન લગાવવાની અપીલ
અાસામ હવે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. કોરોના ને હેન્ડલ કરવા માટે અહીંના લોકો અને સરકારને અભિનંદન પાઠવું છું. આશા છે કે વેક્સિનેશનને પણ અહીં સારી રીતે આગળ વધારવામાં આવશે. જેનો વારો આવશે તે રસી મૂકાવશે. રસીના બંને ડોઝ મૂકાવવા ખૂબ જરૂરી છે. આપણે રસી પણ મૂકાવવાની છે અને સાવધાની પણ રાખવાની છે.

વિધાનસભા ચૂંટણી પહેલાં PMનો પ્રવાસ મહત્ત્વનો
જમીનનો માલિકી હક મળ્યા પછી લોકોને અન્ય સરકારી સુવિધાઓ પર મળવા લાગશે. તેઓ બેન્કમાંથી લોન પણ લઈ શકશે. રાજ્યની ભાજપ સરકારે મે 2016થી લઈને અત્યારસુધીમાં 2.28 લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા છે. આ કારણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં PMના પ્રવાસને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

દેખાવકારોએ મશાલ સરઘસ કાઢ્યું
CAA
ની વિરુદ્ધ AASUએ પર્યાવરણ પ્રભાવ આંકલન અધિનિયમ(EIA)ને રદ કરવાની માગને લઈને મશાલ સરઘસ કાઢ્યું. તેમની માગ એ પણ હતી કે રાજ્યમાં આસામ એકોર્ડ ધારા છ પર સમિતિનો રિપોર્ટ લાગુ કરવામાં આવે. આ ધારા મૂળ નિવાસીઓના બંધારણીય અધિકારોની રક્ષા કરે છે.

પોલીસે પરવાનગી આપી નથી
દેખાવને રોકવા માટે ગુવાહાટી પોલીસે AASU કાર્યાલય શહીદ ભવનને બેરિકેડ્સ લગાવીને બ્લોક કરી દીધો. પોલીસે કહ્યું હતું કે દેખાવકારો મસાલ લઈને આગળ વધી શકશે નહિ. એ પછી સ્ટુડન્ટ્સે બેરિયરની અંદર જ દેખાવો કર્યા હતા.

AASUના સલાહકાર સમુજ્જલ ભટ્ટાચાર્ય અને અધ્યક્ષ દીપાંક કુમાર નાથની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભટ્ટાચાર્યે કહ્યું હતું કે અમે મશાલોને હેન્ડઓવર કરવાનો ઈનકાર કરી દીધો હતો, કારણ કે એ અમારા દેખાવોનો હિસ્સો હતો. અમે પ્રશાસનને આશ્વાસન આપ્યું છે કે અમારો દેખાવ શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી થશે. તેમ છતાં ભાજપ સરકાર ડરેલી છે, કારણ કે તેમને ખબર છે કે તેમણે લોકોને નિરાશ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post