• Home
  • News
  • ઈમરાન સરકારની વેબસાઈટ પર PoKને ભારતનો હિસ્સો દેખાડવામાં આવ્યો, સોશિયલ મીડિયા પર યૂઝર્સે કહ્યું- દેર આયે, દુરુસ્ત આયે
post

કોરોનાની જાણકારી આપવા માટે પાકિસ્તાન સરકારે covid.gov.pok નામથી વેબસાઈટ બનાવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 11:59:15

નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે કોરોના વાઈરસની જાણકારી આપવા માટે એક વેબસાઈટ બનાવી છે. પાકિસ્તાનની આ સત્તાવાર વેબસાઈટ પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતનો હિસ્સો દર્શાવ્યો છે. અત્યાર સુધી PoK પર પાકિસ્તાન તેનો અધિકાર ગણાવતું રહ્યું છે અને ત્યાં સુપ્રીમ કોર્ટે પણ આ ક્ષેત્રમાં ચૂંટણી કરવા આદેશ આપ્યો હતો. આ અંગે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. હવે સરકારી વેબસાઈટ પર જ PoKને ઈમરાન સરકારે ભારતનો હિસ્સો ગણાવ્યો છે.


covid.gov.pok  
નામથી બનાવવામાં આવેલી આ વેબસાઈટમાં ગ્રાફિક્સ મારફતે કોરોના સંક્રમણનું ક્ષેત્ર દર્શાવવામાં આવ્યુ છે. તેની ઉપર નકશાનો ફોટો દેખાડી બાદમાં પાકિસ્તાનની સરકારને યુઝર્સે ટ્વિટ પર ટ્રોલ કરવાની શરૂઆત કરી છે. યુઝરે કહ્યું કે દેર આયે, દુરુસ્ત આયે.

 

પુલવામા અને જમ્મુના હવામાનની જાણકારી આપતી વખતે પાકિસ્તાને સ્વીકાર કર્યો હતો

ભારતે 8 મેથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ગિલગિત અને બાલ્ટિસ્તાનના હવામાન અંગે જાણકારી આપવાની શરૂઆત કરી હતી. જેના જવાબમાં પાકિસ્તાને પણ લદ્દાખ, પુલવામા, જમ્મુના હવામાન અંગે ભવિષ્યવાણી શરૂ કરી હતી. પહેલા જ દિવસે પાકિસ્તાન મજાકનો વિષય બની ગયું. હકીકતમાં પાકિસ્તાન રેડિયોએ લદ્દાના તાપમાનને લઈ ટ્વિટ કર્યું. તેમા તેણે મહત્તમ તાપમાન-4 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન -1 ડિગ્રી લખ્યું. ટ્વિટરે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું- આ ખોટુ છે.મહત્તમ તાપમાન -1 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન -4 ડિગ્રી હોવું જોઈએ. પાકિસ્તાન રેડિયોએ જમ્મુ અને પુલવામાના હવામાન અંગે પણ અનુમાન ટ્વિટ કર્યું હતું.


ભારતે કહ્યું હતું- ગિલગિત-બાલ્ટિસ્તાન અમારો હિસ્સો છે

ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાના આદેશનો વિરોધ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ઉપરાંત ગિલગિત-બાસ્ટિસ્તાન પણ ભારતનો અભિન્ન હિસ્સો છે. જેથી, પાકિસ્તાન તેને તાત્કાલિક ખાલી કરે. તેનો અહિ કબ્જો ગેરકાયદેસર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post