• Home
  • News
  • રાજકીય કાવાદાવાઃ ઉદ્ધવનો રાષ્ટ્રપતિ મુર્મૂને પત્ર, 22મી જાન્યુઆરીએ કાલારામ મંદિરમાં મહાઆરતીમાં આમંત્રણ
post

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવાના છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-13 19:24:22

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના આમંત્રણનો કોંગ્રેસે અસ્વિકાર કર્યો છે. હવે રામ મંદિરને લઈને શિવશેના (ઉદ્ધવ)ના નેતા ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, 'રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે, સૌ માટે ખુશની વાત છે. પરંતુ હું દેશભક્ત છું, અંધભક્ત નહીં. મારા પિતાનું સપનું રામ મંદિર બનાવવાનું હતું અને હવે મંદિર બની રહ્યું છે. પરંતુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અંગે શંકરાચાર્યો સાથે ચર્ચા થવી જોઈએ.’ આ સાથે ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને 22મી જાન્યુઆરીએ નાસિકના કાલારામ મંદિરમાં મહાઆરતીમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે.

શિવસેના (ઉદ્ધવ)એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને 22મી જાન્યુઆરીએ નાસિકમાં પાર્ટી કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ મોકલ્યું છે. શિવસેના (ઉદ્ધવ) 22મી જાન્યુઆરીએ નાસિકના કાલારામ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ દરમિયાન મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવશે. આ પત્રમાં લખ્યું છે કે,'ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા છે, પરંતુ નાશિક-પંચવટી દંડકારણ્ય તેમની કર્મભૂમિ છે. ભગવાન રામના વનવાસ દરમિયાન આદિવાસીઓ અને વનવાસીઓ સાથે ગાઢ સંબંધો હતા. ભગવાન રામની જીવન લીલાના પ્રમાણ આજે પણ નાસિકનું કાલારામ મંદિરમાં જોવા મળે છે.'

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ચારેય શંકરાચાર્ય નહીં જાય

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તડામાર તૈયારી ચાલી રહી છે. જો કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ચારેય શંકરાચાર્યો હાજરી આપશે કે નહીં તે અંગે શંકા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહી દીધું છે કે, આ કાર્યક્રમમાં તેઓ હાજરી નહીં આપે. તે બંનેએ કહ્યું છે કે 'રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન ધર્મના નિયમોને ધ્યાનમાં રાખીને નથી યોજાઈ રહ્યો. કોઈ શાસ્ત્રોની વિરુદ્ધ ના જઈ શકે. તેથી અમે આ કાર્યક્રમમાં નહીં આવી શકીએ.' 

adv

Related News

post
post
post
post
post
post
post