• Home
  • News
  • પાકિસ્તાનમાં રાજકિય સંકટ:જાણો કોણ છે મરિયમ નવાઝ કે જેણે વડાપ્રધાન ઈમરાન ખાનને ખુરશી છોડવા માટે મજબૂર કર્યા
post

મરિયમે રાજકારણમાં ખૂબ મોડી એન્ટ્રી લીધી છે. 2012માં રાજનીતિમાં આવ્યા અને તેમના પિતા નવાઝ શરીફની ચૂંટણી કેમ્પેનની જવાબદારી સંભાળી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-02 15:38:36

કરાચી: પાકિસ્તાનમાં દિવસેને દિવસે રાજકિય સંકટ વધી રહ્યું છે. વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી જોખમમાં છે. તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવાવમાં આવ્યો છે. જોકે એક શક્યતા એવી પણ છે કે, વિપક્ષે જે પ્રમાણે તેમની સ્થિતિ કરી છે તેને જોતા તે જાતે પણ રાજીનામું આપી શકે છે.

આ રાજકિય ખેંચતાણ દરમિયાન પાકિસ્તાનના રાજકારણમાં એક નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે અને તે છે મરિયમ નવાઝનું. માનવામાં આવે છે કે, મરિયમ નવાઝે જ એવી સ્થિતિ ઉભી કરી છે જેના કારણે વડાપ્રધાન ઈમરાન ખાને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. તો આવો જાણીએ કે કોણ છે મરિયમ નવાઝ? તેમના રાજકારણ સાથે શું સંબંધ છે અને તેમની તાકાત કેટલી છે?

કોણ છે મરિયમ નવાઝ?
મરિયમ નવાઝ રાજકિય પરિવારના છે. જોકે તેમણે રાજકારણમાં બહુ મોડા એન્ટ્રી લીધી પરંતુ હવે તેઓ ખૂબ જવાબદારી પૂર્વક પરિવારની પરંપરા આગળ વધારી રહ્યા છે. હકિકતમાં મરિયમ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરિફની દિકરી છે. તે ઉપરાંત હવે તેઓ પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી મુસ્લિમ લીન-એનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.

2012માં રાજકાણમાં લીધી એન્ટ્રી
મરિયમે રાજકારણમાં ખૂબ મોડી એન્ટ્રી લીધી છે. તેઓ 2012માં રાજનીતિમાં આવ્યા અને તેમના પિતા નવાઝ શરીફની ચૂંટણી કેમ્પેનની જવાબદારી સંભાળી હતી. ત્યારપછી 2013માં નવાઝ શરીફની પાર્ટીને જીત મળી હતી. ત્યારપછી પાર્ટીની યુથ વિંગની કમાન પણ મરિયમે સંભાળી હતી. તેમના પિતા નવાઝ શરીફના રાજકારણથી અલગ થયા પછી પાર્ટીનું નેતૃત્વ મરિયમ કરી રહી છે.

ઈમરાન ખાન માટે મુશ્કેલી વધી
ઈમરાન ખાન વિરુદ્ધ સમગ્ર વિપક્ષ મજબૂત છે. જોકે વિપક્ષમાં ખાસ મરિયમે ઈમરાન ખાન માટે ઘણી મુશ્કેલી ઉભી કરી છે. તેમની ભાષણ શૈલી અને તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપોના કારણે એક વાર ફરી વડાપ્રધાન પદ છોડવા માટે મજબૂર થયા છે. મરિયમ ઈમરાન ખાનને પડકાર પણ આપી ચૂક્યા છે કે, ગૃહમાં સરકાર બનાવવા માટે તેમની તાકાત હોય તો 172નો આંકડો પૂરો કરીને બતાવે.

પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા
વિપક્ષી પાર્ટી પીએમએલ-એનએ નવાઝ શરીફના નાના ભાઈ શહબાજ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આ જાહેરાત પછી હાલના વડાપ્રધાન ઈમરાન ખાનની વિદાયની વાત વધારે મજબૂત માનવામાં આવે છે. નોંધનીય છે કે, નવાઝ શરીફની દિકરી અને પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે જણાવ્યું કે, પાર્ટીએ શહબાજ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post