• Home
  • News
  • હિન્દુઓનું સૌથી મોટું મંદિર બનીને તૈયાર, 183 એકરમાં ફેલાયેલ, 10 હજાર મૂર્તિઓ ધરાવતા આ મંદિરની જાણો શું છે ખાસ વાતો
post

અક્ષરધામ તરીકે લોકપ્રિય આ મંદિરનું નિર્માણ 2011 થી શરુ કરવામાં આવ્યું જે 2023માં થયું પૂર્ણ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 18:39:51

World Largest Second Hindu Mandir: ભારતની બહાર નિર્મિત દુનિયાના સૌથી મોટા આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ ન્યુ જર્સીમાં થવાનું છે. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લગભગ 90 કિમી દક્ષિણમાં અથવા તો વોશિંગ્ટન ડીસીથી લગભગ 289 કિમી દુર ઉત્તરમાં ન્યુ જર્સીના રોબીન્સવિલે ટાઉનશીપમાં BAPS સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર 12,500 થી વધુ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. 

આ બાબતોથી જાણો આ મંદિર વિષે બધી જ માહિતી

હિન્દુ ધર્મગ્રંથ અનુસાર કરવામાં આવ્યું ડીઝાઇન  

આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડીઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ, આ મંદિરમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ડીઝાઇન શામેલ છે. આ મંદિર લગભગ કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર છે. 

અંગકોરવાટ મંદિર પરિસર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર

12મી સદીનું અંગકોરવાટ મંદિર પરિસર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેમજ હવે આ મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહર છે. દિલ્હીમાં નવેમ્બર 2005 માં અક્ષરમંદિર લોકો માટે ખુલ્લું મુકાયું હતું, જે 100 એકરમાં ફેલાયેલું છે.    

મંદિર નિર્માણ થયું છે વાસ્તુકલા અનુસાર 

અક્ષરધામ હિન્દુ મંદિરને વાસ્તુકલા ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય માંનીરની ડીઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પીરામીડ શિખરનો સમાવેશ થાય છે. અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.

ચાર પ્રકારના પત્થરથી બનાવવામાં આવ્યું છે મંદિર   

આ મંદિરને એવી રીતે ડીઝાઇન કરવામાં આવ્યું છે કે એક હજાર વર્ષ સુધી આ મંદિર સલામત રહે. અક્ષરધામ મંદિરના દરેક પત્થરની એક કહાની છે. જેમાં ચુનાના પત્થર, ગુલાબી પત્થર, સંગેમરમરના અને ગ્રેનાઈટના પત્થર એમ ચાર પ્રકારના પત્થરનો ઉપયોગ મંદિર બનાવવામાં કરવામાં આવ્યો છે. 

2 મિલિયન ક્યુબીક ફીટ પત્થરનો ઉપયોગ

આ મંદિરના નિર્માણમાં લગભગ 2 મિલિયન ક્યુબીક ફીટ પત્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને દુનિયાભરના વિવિધ સ્થળોથી લાવવામાં આવ્યા છે. જેમાં બુલ્ગારિયા અને ટર્કીથી  ચુના પત્થર, ગ્રીસ, ટર્કી અને ઇટલીથી સંગેમરમર, ભારત અને ચીનથી ગ્રેનાઈટ, ભારતથી રેતીના પત્થર, યુરોપ, એશિયા, લેટીન અમેરિકાથી અન્ય ડેકોરેટિવ પત્થર મંગાવવામાં આવ્યા છે.

300થી વધુ જળાશયોનું પાણી ધરાવે છે આ વાવ

આ મંદિરના બ્રહ્મકુંડમાં એક પારંપરિક ભારતીય વાવ છે. જેમાં ભારતની પવિત્ર નદીઓ અને અમેરિકાના દરેક 50 રાજ્યો સહીત દુનિયાભરના 300થી વધુ જળાશયોનું પાણી લેવામાં આવ્યું છે. BAPSના આ મંદિરનો ઉદેશ તેના દરેક મંદિરની જેમ સૌર પેનલ ફાર્મ અને એક દશકમાં દુનિયાભરમાં 2 મિલિયનથી વધુ વૃક્ષ વાવવાનું સામેલ છે.  

જાહેર જનતા માટે 18 ઓક્ટોબરથી ખુલ્લું મુકાશે

ભારતના કારીગર સ્વયંસેવકોના માર્ગદર્શનથી અમેરિકાના સ્વયંસેવકો દ્વારા આ મંદિરના નિર્માણ કાર્યમાં મદદ કરવામાં આવી છે. જેમાં લાખો સમર્થકો એ કામ કર્યું છે. આ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરે BAPS અધ્યાત્મિક પ્રમુખ મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. જે જાહેર જનતા માટે 18 ઓક્ટોબરથી ખુલ્લું મુકવામાં આવશે.

બધી જ ઉંમરનાં લોકોનું યોગદાન

મંદિર નિર્માણમાં લાખો સ્વયંસેવકોએ નિસ્વાર્થ સેવા કરી છે. જેમાં 18 વર્ષમાં યુવાનથી લઈને 60 વર્ષથી વધુની ઉંમરના દરેકે યોગદાન આપતું છે. જેમાં વિદ્યાર્થી, કંપનીના CEO, ડોક્ટર, એન્જીનીયર અને આર્કિટેક પણ સામેલ છે.   


adv

Related News

post
post
post
post
post
post
post