• Home
  • News
  • વડાપ્રધાન મોદીએ કહ્યું રાજ્યો અનલૉક-2ની તૈયારી કરે, ફરી લૉકડાઉન નહીં થાય
post

દેશમાં કેસ વધતાં ફરી લૉકડાઉનની અટકળોને કેન્દ્ર સરકારે ફગાવી દીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 12:03:44

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ લૉકડાઉન લગાવવા અંગે પુન:વિચાર કરવાની અટકળોને ફગાવી દીધી છે. બુધવારે કોરોના સામેની લડાઈ, અનલૉક-1ની સમીક્ષા અંગે બીજા દિવસે મધ્યપ્રદેશ સહિત બાકીનાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે લૉકડાઉનની અફવાથી લડવા અને અનલૉક-2ની તૈયારી શરૂ કરે. આપણે હવે અનલૉક-2 પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ એ પણ કે લોકોને નુકસાનથી કઈ રીતે બચાવીએ. દેશમા કોરોનાથી સાજા થયા લોકોની સંખ્યા 2 લાખના નજીક પહોંચી ગઈ છે. 

બુધવારે 12,813 નવા દર્દી સાથે કુલ દર્દી 3,58,458 થયા. 8,355 લોકો સાજા થતાં કુલ 1,93,081 લોકો કોરોનાને મ્હાત આપી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post