• Home
  • News
  • 11 જાન્યુઆરીએ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે વડાપ્રધાન મોદી; વેક્સિનેશન ડ્રાઈવની તૈયારીઓને લઈને થશે ચર્ચા
post

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને UKની ફ્લાઈટ્સ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 11:59:01

11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં વેક્સિનેશન ડ્રાઇવની તૈયારીઓ અને રાજ્યોને તેની જરૂરિયાતોને લઈને વડાપ્રધાન ચર્ચા કરશે. 4 જાન્યુઆરીએ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે 10 દિવસમાં દેશમાં વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થઈ જશે. એવી આશા છે કે મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરીથી દેશભરમાં વેક્સિનેશન ડ્રાઈવ શરૂ થઈ થશે. પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વધારે જોખમ ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવશે. આ માટે દેશના દરેક જિલ્લામાં વેક્સિનેશન ડ્રાય રન શરૂ કરી દેવામાં આવ્યા છે.

ભારત બાયોટેકે નેજલના પ્રથમ તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગી
કોરોના વેક્સિનને લઈને ભારતની આશાએ એક પગલુ આગળ ભર્યું છે. ભારત બાયોટેકે દેશમાં નેજલ વેક્સિનના ફેઝ-1ના ટ્રાયલની મંજૂરી માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને દરખાસ્ત મોકઌ આપી છે.ભારત બાયોટેક દેશમાં કોવાક્સિન પણ બનાવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મામલે નિર્ણય લેવામાં આવશે.

જ્યારે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે બ્રિટનથી આવતા મુસાફરો, જેમના કોરોના રિપોર્ટ નેગેટિવ હશે, તેઓને 7 દિવસ માટે ક્વોરેંટાઈન અને તે પછી 7 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. તેમણે કહ્યું કે બ્રિટનથી આવતા દરેક મુસાફરે પોતાના ખર્ચે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. જો તેઓ પોઝિટિવ આવશે તો તેમણે આઇસોલેસનમાં રહેવું પડશે.

16 રાજ્યોમાં 98% દર્દીઓ સાજા થયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18 હજાર 94 નવા દર્દી નોંધાયા. 20 હજાર 532 સાજા થયા અને 233 લોકોના મોત થયા. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 2688નો ઘટાડો થયો. અત્યાર સુધી કુલ 2.22 લાખ દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

 

16 રાજ્યોમાં લગભગ 98% દર્દી સાજા થઈ ચૂક્યાં છે. જો કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, સિક્કીમ અને ઉત્તરાખંડમાં આ ટકાવારી દેશભરમાં સાજા થયેલા દર્દીઓની ટકાવારીથી ઓછી છે. દેશમાં અત્યાર સુધી 1.04 કરોડ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે. જેમાંથી 20 હજાર 532 દર્દી સાજા થઈ ચૂક્યાં છે. 1.50 લાખ લોકોના મોત થઈ ચૂક્યાં છે.

સંક્રમણ કાબૂમાં કરવા માટે કેન્દ્રએ 4 રાજ્યોની ચિઠ્ઠી લખી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ અને પશ્વિમ બંગાળને ચિઠ્ઠી લખી છે. તેમણે આ રાજ્યોને કોરોનાના કેસ પર કાબૂ મેળવવા માટે પગલા લેવા માટે કહ્યું છે. આ રાજ્યોમાં તાજેતરના દિવસોમાં નવા કેસની સંખ્યામાં સ્થાયી ઘટાડો જોવા મળી રહ્યો નથી.

દેશના કુલ એક્ટિવ કેસમાં 59% અહીંયા છે. જેમાંથી સૌથી વધુ કેરળમાં છે લગભગ 28.61 ટકા. ત્યારપછી મહારાષ્ટ્રમાં 22.79 ટકા, છત્તીસગઢમાં 3.99 ટકા અને પશ્વિમ બંગાળમાં 3.89 ટકા કેસ છે. આ રાજ્યોની સખત દેખરેખ રાખવા અને વધતા કેસની તપાસ માટે પગલા લેવાની સલાહ આપવામાં આવ છે.

વેક્સિન સપ્લાઈની બ્લૂ પ્રિન્ટ

·         કોરોના વેક્સિનનું ટ્રાન્સપોર્ટેશન એક-બે દિવસમાં શરૂ થઈ જશે. કેન્દ્રએ રાજ્યોને આના માટે ઝડપથી તૈયારી પુરી કરવા માટે કહ્યું છે. વેક્સિનનું ટ્રાન્સપોર્ટેશન ખાનગી વિમાનની સાથે જ વાયુસેનાના એરક્રાફ્ટ સુપર હરક્યૂલિસ C-130Js અને એન્ટોનોવAN-32s થી કરવામાં આવશે.

·         આંધ્ર, આસામ, બિહાર,છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને બંગાળમાં વેક્સિનની સપ્લાઈ થશે.

·         આંદામાન-નિકોબાર, અરુણાચલ, ચંદીગઢ,દાદરા તથા નગર હવેલી, દમણ-દીવ, ગોવા, હિમાચલ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પુડ્ડુચેરી, સિક્કીમ, ત્રિપુરા અને ઉત્તરાખંડને સરકારી ડિપોમાંથી વેક્સિન મળશે.

·         અધિકારીઓએ જણાવ્યું કે, સપ્લાયર વેક્સનને એવા કન્ટેનરમાં રાખવાની વ્યવસ્થા કરી રહ્યાં છે જેનાથી ટ્રાન્સપોર્ટેશન દરમિયાન વેક્સિન 42 કલાક સુધી સુરક્ષિત રહે. જો કે, મોટાભાગના ટ્રાન્સપોર્ટેશન કોમર્શિયલ એરલાઈન્સ દ્વારા કરાશે.

·         વાયુસેનાના વિમાનોનો ઉપયોગ અરુણાચલ અને લદ્દાખ જેવા રિમોટ એરફિલ્ડમાં કરવામાં આવશે.

કોરોના અપડેટ્સ

·         આજે 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેક્સિનનો ડ્રાય રન કરાશે.

·         કેરળ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને પોતાની તપાસ કરાવવા અને આઈસોલેટ થવા માટે કહ્યું છે.

·         દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને UKની ફ્લાઈટ્સ પર 31 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.
દિલ્હી
રાજ્યમાં બુધવારે 486 લોકો કોરોના સંક્રમિત થયા. 780 લોકો સાજા થયા અને 19 લોકોના મોત થયા. અત્યાર સુધી 6.28 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે. જેમાં 6.14 લાખ લોકો સાજા થઈ ચૂક્યાં છે.જ્યારે 10 હજાર 644 દર્દીઓના મોત થયા છે. 4168 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં ગુરુવારે 774 લોકો કોરોના સંક્રમિત થયા. 750 લોકો સાજા થયા અને 12 લોકોના મોત થયા. અત્યાર સુધી 2.46 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2.34 લાક લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3682ના મોત થઈ ચૂક્યાં છે. 8528 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં ગુરુવારે 667 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા. 899 લોકો સાજા થયા અને ત્રણના મોત થયા. અત્યાર સુધી 2.49 હજાર લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2.37 લાખ લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4332 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 8259 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રાજ્યમાં ગુરુવારે 509 લોકો કોરોના સંક્રમિત થયા. 735 લોકો સાજા થયા અને ચાર લોકોના મોત થયા. અત્યાર સુધી 3.11 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 3.01 લાખ લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2727 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 7468 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 3729 નવા કોરોના દર્દી મળ્યા. 3350 સાજા થયા અને 72 લોકોના મોત થયા. અત્યાર સુધી 19.58 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 18.56 લાખ લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 49 હજાર 897 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 51 હજાર 111 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post