• Home
  • News
  • પ્રણવની બુક્સમાં દાવો:PM મોદીએ અસહમતિના સુર પણ સાંભળવા જોઈએ, સંસદમાં તેમની હાજરીથી ઘણો બદલાવ લાવી શકે
post

કોંગ્રેસ એ જાણી ન શકી કે તેનુે નેતૃત્વ ખત્મ થઈ ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 11:17:35

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખર્જીની બુક્સ ધ પ્રેસિડેન્શિયલ ઈયર્સ મંગળવારે બજારમાં આવી ગઈ છે. બુક્સમાં કહેવામાં આવ્યું છે કે PM મોદીએ અસહમતિના સુર પણ સાંભળવા જોઈએ. આ સિવાય તેમાં કહેવામાં આવ્યું છે કે સંસદમાં તેમની હાજરીથી પણ ઘણો બદલાવ આવી શકે છે. તેમાં વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. તે મુજબ નેપાળ ભારતનું રાજ્ય બનવા માંગતું હતું. જોકે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નેપાળના રાજા ત્રિભુવન બીર બીક્રમ શાહના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. આ અંગે નેહરૂની પ્રતિક્રિયા હતી કે નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેણે હમેશા એવું જ રહેવું છે.

પ્રણવ આગળ લખે છે કે જો પંડિત નેહરુની જગ્યાએ ઈન્દિરા ગાંધી હોત તો તે કદાચ આ તકનો ફાયદો ઉઠાવત, જેવું તેમણે સિક્કિમની સાથે કર્યું. તેમની આ બુક્સમાં દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી વિશે પણ તમામ વાતો છે.

વડાપ્રધાને સંસદમાં વધુ બોલવું જોઈએ
એક જગ્યાએ પ્રણવ લખે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસહમતિના સુર પણ સાંભળવા જોઈએ. તેમણે વિપક્ષને રાજી કરવા અને દેશ સમક્ષ પોતાની વાત રજૂ કરવા માટે સંસદમાં વધુ બોલવું જોઈએ. મોદીની માત્ર હાજરી જ સંસદના કામમાં ખૂબ ફેરફાર લાવી શકે છે. પૂર્વ વડાપ્રધાન- જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, અટલ બિહારી બાજપેય કે મનમોહન સિંહ આ બધાએ સંસદમાં હાજરીનો અનુભવ કરાવ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમના બીજા કાર્યકાળમાં તેમનામાંથી પ્રેરણા લઈને સંસદમાં હાજરી વધારવી જોઈએ. તેમની બુકસ મુજબ મોદી સરકારના કાર્યકાળમાં સંસદ સુચાર રૂપથી ન ચાલી શકી. તેનું કારણ અહંકાર અને અકુશળતા છે.

આ ક્રમમાં આગળ લખ્યું છે કે મોદીએ 8 નવેમ્બર 2016એ નોટબંધીની જાહેરાત કરી, જોકે તે પહેલા તેમણે આ બાબતે મારી સાથે આ મુદ્દાની ચર્ચા કરી નથી. જોકે આ બાબતે મને કોઈ વાંધો ન હતો, કારણ કે આવી જાહેરાત અચાનક થવી જરૂરી છે. પૂર્વ રાષ્ટ્રપતિએ આ અંગે પોતાનો અનુભવ શેર કરતા લખ્યું છે કે હું UPA સરકારના સમય વિપક્ષના સતત સંપર્કમાં હતો. સંસદ ચલાવવાનો પ્રયાસ કરતો હતો. સંસદમાં સંપૂર્ણ સમય હાજર રહેતો હતો.

કોંગ્રેસ એ જાણી ન શકી કે તેનુે નેતૃત્વ ખત્મ થઈ ગયું છે
પ્રણવના જણાવ્યા મુજબ મને લાગે છે કે મારા રાષ્ટ્રપતિ બન્યા પછી કોંગ્રેસે પોલિટિક્સ ફોકસ ગુમાવી દીધો. પાર્ટીએ જાણી ન શકી કે તેનું નેતૃત્વ ખત્મ થઈ ચૂક્યું છે. તે 2014ની લોકસભામાં તેના હારના કારણોમાંથી એક રહ્યું હશે. તે પરિણામોમાંથી મને એ રાહત મળી કે નિર્ણાયક જનાદેશ આવ્યો. જોકે મારી પાર્ટી રહેલી કોંગ્રેસના દેખાવોથી નિરાશા થઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post