• Home
  • News
  • ભોપાલમાં લૉ યુનિવર્સિટીના પ્રો. મોહંતી પર FIR:200થી વધારે વિદ્યાર્થીઓના યૌન શોષણનો આરોપ, ફર્સ્ટ યરથી જ નજર બગાડતો હતો
post

યુનિવર્સિટી પ્રશાસનમાં આરોપી પ્રોફેસરની દખલ હદ કરતા વધારે છે. તેથી તેનો એક લેવલથી વધારે વિરોધ પણ કરી શકાતો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-19 17:03:29

ભોપાલની નેશનલ લો યુનિવર્સિટી (NLIU)માં યૌન શોષણના કેસમાં બે વિદ્યાર્થીનીઓએ પ્રો. તપન મોહંતી વિરુદ્ધ સેક્સુઅલ હેરેસમેન્ટ IPC-354 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં તેના અંતર્ગત બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. વિદ્યાર્થીનીઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચેલા સ્ટૂડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, 7 દિવસના કાઉન્સિલિંગ પછી તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે.

સ્ટૂડન્ટ્સ બાર એસોસિયેશન સાથે જોડાયેવા વિદ્યાર્થીઓએ ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું છે કે, પ્રોફેસર મોહંતી પર છેલ્લાં 20 વર્ષથી છેડતી અને મોંઘી ગિફ્ટ લીને પરિક્ષામાં સારા માર્ક્સ આપવા જેવો ગંભીર આરોપ છે. વિદ્યાર્થીઓએ મોહંતી પર તેમના ખાસ લોકોને ટેન્ડર અપાવવાનો ગંભીર આરોપ પણ છે. તેમનો આરોપ છે કે, જે જે લોકોએ મોહંતી સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો છે મોહંતીએ તેની કરિયર બરબાદ કરી નાખી છે. મોહંતી ફર્સ્ટ યરથી જ વિદ્યાર્થીનીઓ પર ગંદી નજર નાખતો હતો. તેની ગંદી હરકતોના કારણે વિદ્યાર્થીનીઓ તેનો ક્લાસ પણ અટેન્ડ કરવાનું ટાળતી હતી. યુનિવર્સિટી પ્રશાસનમાં આરોપી પ્રોફેસરની દખલ હદ કરતા વધારે છે. તેથી તેનો એક લેવલથી વધારે વિરોધ પણ કરી શકાતો નથી. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, મોહંતીએ 200થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે ગંદી હરકત કરી છે. મોટાભાગની વિદ્યાર્થીનીઓ ડરના કારણે સામે નથી આવતી.

યુનિવર્સિટી પ્રશાસન તરફથી સમર્થનનો દાવો
વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, યુનિવર્સિટી પ્રશાસન તરફથી તેમને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. યુનિવર્સિટી પણ ઈચ્છે છે કે, પ્રોફેસર મોહંતી પર લાગેલા આરોપો દરેકની સામે આવે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે વાઈસ ચાન્સેલર વી વિજય કુમારે મોહંતી સામે બે વિકલ્પ મુક્યા છે. પહેલું કે એ રાજીનામું આપે, બીજો- તેમના વિરોધમાં કેસ ચલાવવામાં આવે. 15 મિનિટ વિચાર્યા પછી મોહંતીએ રાજીનામું આપી દીધું હતું. વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું કે, રાજીનામું તો કોલેજ પ્રશાસનનો વિષય છે પરંતુ અમારી પાસે ગુનાહિત પ્રવૃતિનો કેસ દાખલ કરવાનો અધિકાર છે.

આરોપી મોહંતી વિરુદ્ધ ડિજીટલ પુરાવા
વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, તેમની પાસે પ્રો. મોહંતી વિરુદ્ધ ટેક્સ્ટ મેસેજથી લઈને વીડિયો કોલ જેવા પુરાવા છે. જે એમણે વિદ્યાર્થીનીઓને મોકલ્યા હતા. આ તમામ પુરાવા પોલીસને મોકલી દેવામાં આવ્યા છે. સ્ટૂડન્ટ્સ બાર એસોસિયેશન સાથે જોડાયેલા બે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, પુરાવા ભેગા કરવાની સાથે સાથે તેમણે અન્ય પીડિત વિદ્યાર્થીનીઓને પણ સામે આવવા કહ્યું છે.

ઘટનામાં ક્યારે શું થયું? 2 માર્ચ: કાઉન્સિલ ઓફ સેલ્ફની સ્ટૂડન્ટ્સ બાર એસોસિયેશનની સાથે મીટિંગ થઈ હતી. જ્યાં પ્રોફેસર મોહંતીનું નામ લીધા વગર વિદ્યાર્થીઓએ તેમની વાત રજૂ કરી હતી. 3 માર્ચ: વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને વાઈસ ચાન્સેલર સાથે એક ખુલ્લી ચર્ચા પણ થઈ. તેમાં તેમણે તેમની વાત રજૂ કરી હતી. 8 માર્ચ: મહિલા દિવસે પ્રોફેસર મોહંતીએ મહિલા સશક્તિકરણ પર આર્ટિકલ લખ્યો, ત્યારપછી વિદ્યાર્થીઓનો તેમની સામે આક્રોશ વધ્યો હતો. 10 માર્ચ: પ્રોફેસર મોહંતીએ પોલીસમાં 5 વિદ્યાર્થીનીઓ વિરુદ્ધ પરેશાન કરવા અને ધમકાવવાની ફરિયાદ આપી હતી. 11 માર્ચ: વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ કરી. તે જ દિવસે મુખ્યમંત્રીએ ડીજીપી અને પોલીસ કમિશ્નર ભોપાલને કેસની તપાસ કરીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. 17 માર્ચ: સાંજે યુનિવર્સિટી પ્રશાસને બસથી સવા 5 વાગે વિદ્યાર્થીનીઓને પોલીસ કમિશનર ઓફિસ મોકલ્યા, ત્યાં તે અંદાજે 1 કલાક રોકાયા. ત્યારપછી મહિલા પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ દાખલ કરાવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post