• Home
  • News
  • હોટેલ અને રેસ્ટોરન્ટ પર ગ્રાહક પાસેથી સર્વિસ ચાર્જ વસૂલવા પ્રતિબંધ
post

હોટેલ અને રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં ઓટોમેટિક કે ડિફોલ્ટ સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં : અન્ય કોઇ નામે પણ સર્વિસ ચાર્જ વસૂલ કરી નહીં શકાય

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-05 10:11:58

નવી દિલ્હી : સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેકશન ઓથોરિટી (સીસીપીએ)એ હોટેલ અને રેસ્ટોરન્ટને સર્વિસ ચાર્જ વસૂલ ન કરવાનો આદેશ અઆપ્યો છે. સીસીપીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે હોટેલ અને રેસ્ટોરન્ટ ઓટોમેટિક અથવા ડિફોલ્ટ સર્વિસ ચાર્જ વસૂલ કરી શકશે નહીં અને જો કોઇ હોટેલ કે રેસ્ટોરન્ટ આ આદેશનો ભંગ કરશે તો ગ્રાહક ફરિયાદ દાખલ કરી શકશે.

ફરિયાદોનું પ્રમાણ વધવાની વચ્ચે સીસીપીએએ  ગેરકાયદે વેપાર ગતિવિધિઓ રોકવા અને  સર્વિસ ચાર્જના સંદર્ભમાં ગ્રાહકોના અધિકારોનું ભંગ કરતી પ્રવૃત્તિઓ રોકવા માટે દિશાનિર્દેશ જાકરી કર્યા છે. આ નવા દિશાનિર્દેશ અનુસાર કોઇ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ બિલમાં ઓટોમેટિક કે ડિફોલ્ટ સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં. આ આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે હોટેલ કે રેસ્ટોરન્ટ કોઇ અન્ય નામે પણ સર્વિસ ચાર્જ વસૂલ કરી શકશે નહીં.કોઇ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચુકવવવાની ફરજ પાડી શકે નહીં. તેમને ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવવું પડશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક અને વૈકલ્પિક તથા ગ્રાહકોની વિવેકશક્તિ પણ આધારિત છે. ગાઇડલાઇડમાં જણાવવામાં આવ્યું છે કે એન્ટ્રી અથવા  સર્વિસ ચાર્જના ક્લેક્શન પર આધારિત સર્વિસિસની જોગવાઇઓ અંગે ગ્રાહકો પર કોઇ નિયંત્રણ લાદી ન શકાય.

આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ફૂડ બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરી ન શકાય અને કુલ રકમ પર જીએસટી નાખી ન શકાય. જો કોઇ પણ ગ્રાહકને લાગે કે કોઇ પણ હોટેલ કે રેસ્ટોરન્ટ ગાઇડલાઇનનો ભંગ કરીને સર્વિસ ચાર્જ વસૂલ કરી રહી છે તો તે રેસ્ટોરન્ટ અને હોટેલને બિલમાંથી સર્વિસ ચાર્જની રકમ દૂર કરવાનુ જણાવી શકે છે.  આમ છતાં જો રેસ્ટોરન્ટ કે હોટેલ બિલમાંથી સર્વિસ ચાર્જની રકમ દૂર ન કરે તો ગ્રાહક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (એનસીએચ) પર ફરિયાદ દાખલ કરી શકે છે. આ માટે ગ્રાહકે ૧૯૧૫ નંબર ડાયલ કરવો પડશે અથવા એનસીએચ મોબાઇલ એપનો ઉપયોગ કરવો પડશે. તેઓ કન્ઝ્યુમર કમિશનમાં પણ ફરિયાદ દાખલ કરી શકે છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post