• Home
  • News
  • ટ્રમ્પને દેખાવકારોની સામે પોલીસ કાર્યવાહી ભારે પડી, વ્હાઈટ હાઉસની આજુબાજુ 9 ફૂટની વાડ બંધાવવી પડી
post

પ્રદર્શનકારીઓએ વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ બહાર પ્રતિમા ઉપર સ્પ્રે પેન્ટ કર્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:20:13

વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસ સામે સોમવારે દેખાવ કરી રહેલાં લોકોને બળજબરીપૂર્વક હટાવવા મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફેડરલ કોર્ટમાં કેસ નોંધાવાયો હતો. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર ગુરુવારે અમેરિકી સિવિલ લિબર્ટીઝ યૂનિયન(એસીએલયૂ) અને બ્લેક લાઈવ્સ મેટર સંગઠને આરોપ મૂક્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટોચના અધિકારીઓએ દેખાવકારો અને બ્લેક લાઈવ્સ મેટરના કેમ્પેનર્સના બંધારણીય હકોનું ઉલ્લંઘન કર્યુ હતું. એસીએલયુ મુજબ પોલીસે દેખાવકારોની ભીડ પર સામૂહિક રીતે અચાનક હુમલો કર્યો અને આ દરમિયાન તેમના પર કેમિકલનો છંટકાવ, રબર બુલેટ્સ અને સાઉન્ડ કેનેન જેવી વસ્તુઓનો પ્રયોગ કર્યો. 

વ્હાઈટ હાઉસની આજુબાજુ 9 ફૂટની વાડ, અહિંસક દેખાવ
અશ્વેત જ્યોર્જ ફ્લોઈડના મોત પછી અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હિંસા દેખાવો ધીમા પડી ગયા છે અને દેખાવકારો હવે અહિંસાના માર્ગે આગળ વધી રહ્યાં છે. જોકે વ્હાઈટ હાઉસની આજુબાજુ 7 અને 9 ફૂટની કાળી ઊંચી વાડ ઊભી કરવામાં આવી છે. તેની સાથે જ હથિયારબંધ જવાન અને શાર્પશૂટર પર તહેનાત કરાયા છે. જ્યારે લાફાયેટ સ્કવેરને પણ ફેન્સ બાંધી બંધ કરાયો છે.

બીજી તરફ જયોર્જ ફ્લોયડના મૃતદેહનું પરીક્ષણ પછી જાણવા મળ્યું છે કે તે કોરોના વાઈરસથી સંક્રમિત હતો. તે 3 એપ્રિલના રોજ થયેલા ટેસ્ટમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેનામાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા.

ભારતમાં અમેરિકાના એમ્બેસેડરે કહ્યું- માફી સ્વીકાર કરો
ભારતમાં અમેરિકાના એમ્બેસેડરે કહ્યું કે અમારી માફીનો સ્વીકાર કરો.

મેટ્રિસે કહ્યું કે ટ્રમ્પે આપણા ભાગલા પાડવાની કોશિશ કરી
અમેરિકાના પૂર્વ રક્ષા મંત્રી જેમ્સ મેટિસે ટ્રમ્પ ઉપર સમાજમાં વિભાજનને વધારવાનો અને અધિકારોના દુરોપયોગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ  કેસમાં ટ્રમ્પે જે રીતે હેન્ડલ કર્યું છે તે એનાથી ડરલા છે. જેમ્સે મેટિસે 2018માં રક્ષા મંત્રાલયમાંથી રાજીનામુ આપ્યું હતું. તેઓ સીરિયામાંથી સૈનિકોને પરત બોલાવવાની ટ્રમ્પની જાહેરાતથી તેઓ નારાજ હતા.

ટ્રમ્પે કહ્યું - સુરક્ષાના કારણે નહીં, તપાસ માટે બંકરમાં ગયો હતો
તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે વ્હાઈટ હાઉસ બહાર પ્રદર્શન વધી જતા ટ્રમ્પે બંકરમાં જવું પડ્યું હતું. આ વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ વાત ખોટી છે. તેઓ તપાસ માટે બંકરમાં ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post