• Home
  • News
  • હવામાન વિભાગની આગાહી:તમિલનાડુ, પુડ્ડુચેરીમાં બુધવારે ટકરાશે ચક્રવાત ‘નિવાર’, 100-150 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા
post

વિનાશક તોફાન ‘નિવાર’ને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડના 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 11:38:54

બંગાળની ખાડી પર લૉ પ્રેશર ઝોન સર્જાતા તે હવે ચક્રવાતમાં રૂપાંતરિત થયું છે. બંગાળની ખાડીને સ્પર્શતા તામિલનાડુ અને પુડુચેરી માટે આગામી બે દિવસ ભારે સાબિત થઈ શકે છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાતી તોફાન નિવાર’ 25 નવેમ્બરે આ રાજ્યોનાં સમુદ્ર તટે ટકરાઈ શકે છે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

100-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
વાવાઝોડાની અસર તમિલનાડુ અને તટીવ વિસ્તારોથી દૂર દૂરના ક્ષેત્રોમાં સોમવારથી તોફાની પવનની સાથે સાથે ભારે વરસાદનો સિલસિલો શરૂ થઇ શકે છે. આ 26 નવેમ્બર સુધી ચાલુ રહી શકે છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી અને તમિલનાડુ તથા પુડ્ડુચેરીના તટો પર 25 નવેમ્બરે 100-150 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

કોસ્ટ ગાર્ડના 8 શિપ, 2 એરક્રાફ્ટ તહેનાત
વિનાશક તોફાન નિવારને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડના 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયા છે. તેના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવી રહી છે.

રાહત-બચાવ માટે એનડીઆરએફની 30 ટીમો તૈયાર
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડીજી એસ એન પ્રધાને કહ્યું હતું કે નિવાર તોફાનને ધ્યાને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમે તહેનાત કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

ચાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
તોફાનના કારણે તામિલનાડુ, પુડુચેરીની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે ચેતવણી જારી કરી છે. 24, 25 અને 26 નવેમ્બરે અહીં વરસાદનું અનુમાન છે.

adv

Related News

post
post
post
post
post
post
post