• Home
  • News
  • યુદ્ધ વચ્ચે પુતિનને હેરી પોટરની યાદ આવી:પુતિનના ભાષણથી ‘હેરી પોટર’ રચયિતા ચર્ચામાં, રશિયન રાષ્ટ્રપ્રમુખે કહ્યું-રશિયા સાથે પણ એ જ બની રહ્યું છે
post

પુતિને પોતાના તાજેતરના ભાષણમાં બ્રિટિશ લેખિકા જે. કે. રોલિંગનો ઉલ્લેખ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-26 13:38:30

યુક્રેન પર છેલ્લા એક મહિનાથી ભીષણ આક્રમણ કરી રહેલા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના એક ભાષણ બાદ હેરી પોટરની ચર્ચા થવા લાગી છે. આ ચર્ચા રશિયન રાષ્ટ્રપતિએ પોતાના દેશને સંબોધન કર્યા પછી શરૂ થઈ. વાસ્તવમાં, પુતિને પોતાના તાજેતરના ભાષણમાં બ્રિટિશ લેખિકા જે. કે. રોલિંગનો ઉલ્લેખ કર્યો હતો.

કોણ છે જે કે રોલિંગ?

જે કે રોલિંગ આજના સમયના સૌથી સુપ્રસિદ્ધ લેખિકાઓમાંના એક છે. અંગ્રેજી ભાષામાં તેના દ્વારા લિખિત નોવેલ સિરિઝ હેરી પોટર સૌથી મશહૂર નોવેલ છે. રોલિંગ ટ્રાન્સજેન્ડર મુદ્દાઓ સંબંધિત પોતાના નિવેદનો અંગે ટીકાઓનો સામનો કરતા આવ્યા છે.

પુતિને પોતાના ભાષણમાં શું કહ્યું?

 

 

રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને હેરી પોટરના લેખિકાનો પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો છે. ધ હોલિવૂડ રિપોર્ટરના અનુસાર, શુક્રવારે, સ્ટેટ ટીવી પર એક ટેલિવિઝન સંબોધન દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે રોલિંગ સાથે જે કંઈ બન્યું હતું એ પુરાવો છે કે પશ્ચિમી દેશોના લોકોને નકારવુંપસંદ છે. પુતિને કહ્યું કે આ કંઈક એવું હતું જેનો ખુદ હવે રશિયા સામનો કરી રહ્યું છે.

પુતિને કહ્યું કે લેખિકાને નકારીદેવામાં આવ્યા કેમકે તેમણે તેમની લૈંગિક અધિકારોઓની માગણીઓને પૂરી ન કરી’. પુતિને કહ્યું, ‘તેઓ હવે અમારા દેશને નકારવાની કોશિશ કરી રહ્યા છે. હું રશિયા સાથે દરેક ચીજના પ્રગતિશીલ ભેદભાવ વિશે વાત કરી રહ્યો છું.તેમણે 1930ના દાયકામાં પુસ્તકો સળગાવી દેવાની કોશિશો કરી રહેલા નાઝીઓ સાથે નકારવાની સંસ્કૃતિની તુલના કરી હતી.

નાઝીઓ વિશે પુતિને કરી ટિપ્પણી
પુતિને ભાષણમાં કહ્યું, ‘અમને એ ફૂટેજ યાદ છે જ્યારે તેઓ પુસ્તકો સળગાવી રહ્યા હતા. અમારા દેશમાં આવી કલ્પના કરવી અસંભવ છે અને અમે અમારી સંસ્કૃતિ માટે આની વિરુદ્ધ છીએ. અને એ અમારી માતૃભૂમિ, રશિયાથી અમારા માટે અવિભાજ્ય છે, જ્યાં જાતીય અસહિષ્ણુતા માટે કોઈ સ્થાન નથી, જ્યાં સદીઓથી સેંકડો જાતીય સમૂહોના પ્રતિનિધિઓ એકસાથે રહી રહ્યા છે.

શું છે જે કે રોલિંગનો ટ્રાન્સફોબિક વિવાદ?

હેરી પોટરના પુસ્તકો માટે પરિચિત અંગ્રેજી લેખિકા જે કે રોલિંગ પોતાના કથિત ટ્રાન્સફોબિક ટ્વીટ્સ અને નિવેદનો માટે ટીકાઓનો ભોગ બન્યા હતા. લેખિકાએ એ લોકો જેમને માસિક ધર્મ થાય છેએવા વાક્યાંશવાળા એક લેખની ટીકા કરી હતી, જેના માટે વિવાદ સર્જાયો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે જે લોકોને પીરિયડ થાય છે. ચોક્કસ એ લોકોનું કોઈ નામ હોય છે. કોઈ મદદ કરે. સારું એવું કોઈ નામ હોય છે વુંબેન, વિમ્પંડ, વૂમડ? તેમના આ ટ્વીટ પછી ભારો હોબાળો થયો હતો. લોકો તેમને ટ્રાન્સફોબિક પણ કહેવા લાગ્યા હતા. એટલે સુધી કે તેમને સમાજના એક વર્ગનો બહિષ્કાર સહન કરવો પડ્યો અને હેરી પોટરના ત્રણ મુખ્ય પાત્રો, ડેનિયલ રેડક્લિફ, એમા વોટસન, રૂપર્ટ ગ્રિન્ટે પણ તેમની ટીકા કરી હતી. જો કે રોલિંગે પુતિન પર પ્રહારો કર્યા નકારવાની સંસ્કૃતિ અંગે હેરી પોટર લેખિકાનો હવાલો આપ્યા પછી હવે જે કે રોલિંગે વ્લાદિમીર પુતિન પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે પશ્ચિમી નકારવાની સંસ્કૃતિની ટીકા સંભવતઃ એ લોકો દ્વારા ન થવી જોઈએ જેઓ વર્તમાનમાં નાગરિકોને મારી રહ્યા છે. રોલિંગે જેલમાં કેદ ભ્રષ્ટાચાર વિરોધી પ્રચારક એલેક્સી નવલની વિશેના એક લેખનો પણ ઉલ્લેખ કર્યો અને ટીકાકારોને જેલ અને ઝેર આપવા અંગે પુતિન પર નિશાન સાધ્યું હતું.

પુતિન દ્વારા ઉલ્લેખિત કેન્સલ કલ્ચરશું છે?
કેન્સલ કલ્ચર અથવા કૉલ-આઉટ કલ્ચર એક સમકાલીન શબ્દસમૂહ છે જેનો ઉપયોગ બહિષ્કાર કે કોઈને નકારવાના એક ઉપાય તરીકે થાય છે જેમાં કોઈને સામાજિક કે વ્યાવસાયિક સમૂહમાંથી બહાર કરી દેવાય છે - પછી ભલે તે ઓનલાઈન હોય, સોશિયલ મીડિયા પર કે વ્યક્તિગત રીતે હોય.

adv

Related News

post
post
post
post
post
post
post