• Home
  • News
  • પુટિનની ગેસ સપ્લાય બંધ કરવાની ધમકીથી હાહાકાર, પ્રતિબંધો નરમ કરાયા
post

રશિયન સરકારે રુબલને સંભાળ્યું, છતાં દેશ ‌વિખૂટો પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 11:02:14

મોસ્કો: યુક્રેન પર રશિયાના હુમલા પછી અમેરિકા, યુરોપિયન યુનિયન અને તેમના સાથીદારોના જવાબી આર્થિક હુમલાએ રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. રશિયા પોતાનાં અબજો ડોલરનો ઉપયોગ કરી શકતું નથી. તેનો વિદેશી વેપાર ઠપ પડી ગયો છે. એક હજારથી વધુ કંપનીઓ, સંગઠન અને રાષ્ટ્રપતિ વ્લાદીમીરપુટિનના નજીકના લોકો આર્થિક બાબતે અધવચ્ચે લટકી ગયા છે. જોકે, પુટિને ગયા સપ્તાહે દુનિયાને યાદ અપાવી દીધું કે, તેમની પાસે એવા આર્થિક હથિયાર છે, જેના દ્વારા પણ તેઓ સમસ્યા ઊભી કરી શકે છે.

યુરોપને ગેસ સપ્લાય બંધ કરવાની ધમકી
રશિયન સરકાર અને સેન્ટ્રલ બેન્કના ઉપાયોથી અડધી કિંમત ગુમાવી ચુકેલું રુબલ હુમલાથી પહેલાની સ્થિતિમાં પાછું આવી ગયું છે. રશિયામાંથી યુરેપને ગેસ સપ્લાય બંધ કરવાની ધમકીથી જર્મની, ઈટાલી અને અન્ય સહયોગી દેશોની રાજધાનીઓમાં હાહાકાર મચી ગયો છે. યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત આ દેશોને લાગ્યું કે,તેમને પોતાનું અર્થતંત્ર ચલાવવા માટે રશિયાના ગેસની કેટલી જરૂર છે. પુટિનની માગ હતી કે, 48 બિનમિત્ર દેશ પોતાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને કુદરતી ગેસ માટે રશિયન મુદ્રા રુબલમાં ચુકવણી કરે.

પુટિનની રૂબલમાં ચૂકવણીની માગ
રશિયન ગેસ પર નિર્ભરતાને કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર લાદેલા આકરા આર્થિક પ્રતિબંધોમાં ઈંધણની ખરીદી પર છૂટ આપી છે. યુરોપિયન યુનિયન દેશો પોતાની જરૂરિયાતના 40 ટકા ગેસ અને 25 ટકા ખનિજ તેલ રશિયા પાસેથી ખરીદે છે. ગયા સપ્તાહે જર્મનીના ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝે ચેતવણી ઉચ્ચારી કે, સપ્લાય બંધ થતાં અમારો દેશ અને સમગ્ર યુરોપ મંદીમાં ઘેરાઈ જશે. અત્યારે તો લાગતું નથી કે તાત્કાલિક ગેસ સપ્લાય બંધ થાય. જોકે, પુટિનની રુબલમાં ચૂકવણીની અચાનક માગણીને કારણે જર્મની, ઓસ્ટ્રિયાએ ગેસની અછતનો સામનો કરવાની તૈયારી શરૂ કરી છે. અમેરિકાએ યુરોપને ગેસ સપ્લાય શરૂ કરી દીધો છે, પરંતુ તેમની જરૂરિયાતના હિસાબે ઘણો ઓછો છે.

બ્રેસલ્સની બ્રુગેલ ઈકોનોમિક્સ ઈન્સ્ટીટ્યુટના અનુસાર યુરોપ દરરોજ રશિયા પાસેથી રૂ.6500 કરોડનું તેલ, ગેસ ખરીદે છે. રશિયન ઊર્જા કંપની ગેઝપ્રોમે એકલા માર્ચમાં ગેસની નિકાસ કરીને રૂ.70 હજાર કરોડની કમાણી કરી છે. યુરોપિયન દેશોએ આગામી શિયાળા સુધી રશિયન ગેસમાં બે તૃતિયાંશનો કાપ મુકવા અને 2027 સુધી સંપૂર્ણપણ બંધ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. જોકે, વિશેષજ્ઞો અનુસાર આ લક્ષ્ય વધુ પડતો મહત્ત્વાકાંક્ષી છે. ગેસ એક મર્યાદિત સ્રોત છે. પુટિન જો ગેસ સપ્લાય બંધ કરે છે તો ભવિષ્યમાં તેઓ આ હથિયારનો વધુ ઉપયોગ કરી શકશે નહીં.

મોટાભાગના વિશ્લેષકોનું માનવું છે કે, યુરોપના રશિયા પરની ખનીજ તેલ, ગેસ પરની નિર્ભરતા ઘટાડવાના દુરોગામી પરિણામ આવશે. યુરોપિયન આયોગના પ્રેસિડેન્ટ ઉર્સૂલા વોન ડેર લેયેનનું કહેવું છે કે, અમે એવા સપ્લાયર પર નિર્ભર રહી શકીએ નહીં, જે અમને ધમકી આપે છે. અર્થશાસ્ત્રીઓ, વકીલો અને નીતિ નિર્માતાઓને રુબલમાં ચૂકવણી કરવાની પુટિનની માગ પર આશ્ચર્ય થયું છે, કેમકે આ અગાઉ કરાયેલા કરારથી વિરુદ્ધ છે. યુક્રેન યુદ્ધનું પરિણામ ગમે તે આવે, પરંતુ રશિયા આર્થિક રીતે દુનિયાથી અલગ પડી જશે. વૈશ્વિક અર્થતંત્રમાં તેની અસર ઘટી જશે.

રશિયન અર્થતંત્રમાં 20%નો ઘટાડો આવી શકે છે
રશિયન કરન્સી રુબલ સરકારના પ્રયાસોથી સ્થિર તો થઈ છે, પરંતુ તેના સામે સંકટ કાયમ રહેશે. કરન્સી ઉપરાંત રશિયા આર્થિક રીતે પણ સંઘર્ષ કરી રહ્યું છે. અનેક વિશ્લેષકોનું માનવું છેકે, આ વર્ષે અર્થતંત્ર 20% જેટલું સંકોચાઈ શકે છે. એસએન્ડપીના ગ્લોબલ સરવેમાં જાણવા મળ્યું કે, માર્ચ મહિનામાં રશિયન મેન્યુફેક્ચરિંગ કંપનીઓના ઉત્પાદન, રોજગાર અને નવા ઓર્ડરોમાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે. મૂલ્યોમાં ભારે વધારો થયો છે. લગભગ 500 વિદેશી કંપનીઓએ રશિયામાં કામકાજ અને રોકાણમાં કાપ મુક્યો છે. રિસર્ચ ગ્રુપ કેપિટલ ઈકોનોમિસ્ટના વિશ્લેષણ અનુસાર રશિયા પાસે એવી ટેક્નોલોજી બનાવવાની ક્ષમતા નથી, જે તેને બીજા દેશો પાસેથી મળી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post