• Home
  • News
  • ક્વાડ બેઠક : હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન સામે પરસ્પર સહયોગ વધારવા ભાર મૂકાયો
post

ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓની ચોથી બેઠક

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 11:53:03

મેલબોર્ન:   ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓની ક્વાડ જૂથની ચોથી બેઠકમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો. ચારેય દેશના વિદેશ મં૬ીઓએ જણાવ્યું કે તેઓ બળપૂર્વક થોપાયેલી આર્થિક નીતિઓનો વિરોધ કરે છે. સાથે જ સમુદ્રી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદા, શાંતિ અને સુરક્ષા પર વધુ ભાર મૂકે છે. આ ક્ષેત્ર હિન્દ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ અને સમૃદ્ધિને રેખાંકિત કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.


ક્વાડ જૂથના વિદેશ મંત્રીઓની બેઠક પછી એક સંયુક્ત નિવેદનમાં ઑસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના વિદેશ મંત્રીઓએ કહ્યું કે, અમારી બેઠકે ક્વાડના સકારાત્મક અને મહત્વાકાંક્ષી એજન્ડાને આગળ વધાર્યો છે. અમે આ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ પડકારોના સમાધાન માટે હિન્દ-પ્રશાંત ક્ષેત્રના ભાગીદારો સાથે મળીને કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ક્વાડ જૂથ આ ક્ષેત્રને એક વ્યાવહારિક સમર્થન આપવામાં વધુ અસરકારક છે.


આ બેઠકમાં અમેરિકાના એન્ટની બ્લિંકન, ભારતના એસ. જયશંકર, ઓસ્ટ્રેલિયાના મરીસ પાયને અને જાપાનના હયાશી યોશિમાસાએ ભાગ લીધો હતો. ક્વાડના સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે, ક્વાડ માને છે કે સમુદ્રી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદો, શાંતિ અને સુરક્ષા હિન્દ-પ્રશાંતના વિકાસ અને સમૃદ્ધિનો આધાર છે. ક્વાડ પડોશી દેશોને દરેક શક્ય મદદ કરવા માટે પ્રયાસ કરે છે.


ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ સાઈબર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સાઈબર ગૂના રોકવા  માટે ક્ષમતા નિર્માણને મજબૂત કરવાની પણ વાત કરી છે. તેમણે રેન્સમવેરના વધતા જોખમને દૂર કરવા માટે હિન્દ-પ્રશાંતમાં ભાગીદારોની સહાયતા માટે સમન્વિત પ્રયાસોને પુષ્ટી આપી છે. બેઠક દરમિયાન ક્વાડ દેશોએ ટેક્નોલોજી માટે દૃષ્ટિકોણ, ટેક્નોલોજી ડિઝાઈન, વિકાસ અને શાસન પર ક્વાડ સિદ્ધાંતો દ્વારા નિર્દેશિત, બધા જ સમાન વિચારધારાવાળા દેશો દ્વારા શૅર કરી શકાય તે માટે તેમના રાજકીય પ્રયાસોને મજબૂત કરવા માટે તેમની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. ઑસ્ટ્રેલિયા શુક્રવારે મેલબોર્નમાં ચોથી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારત, જાપાન અને અમેરિકાનું યજમાન બન્યું હતું. આ બેઠકમાં અર્થતંત્ર, સુરક્ષા, કોરોના મહામારી અને સ્વતંત્ર તથા મુક્ત હિન્દ-પ્રશાંત ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માગ કરી છે.


દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને યુક્રેન વિવાદ વચ્ચે ચીન પર પણ અમેરિકાની નજર છે તેવા સંકેત આપતા બ્લિંકને કહ્યું કે, ક્વાડની સાથે આસિયાન દેશો સાથેના સંબંધો પણ તેમના માટે એટલા જ મહત્વના છે.

adv

Related News

post
post
post
post
post
post
post