• Home
  • News
  • પાકિસ્તાનની શેખી:રેલમંત્રી શેખ રાશીદે કહ્યું- ભારત પર હુમલા માટે નાના-નાના બોમ્બ બનાવી રહ્યા છીએ, તેનાથી આસામ સુધી ટાર્ગેટ કરી શકાશે
post

શેખ રાશીદે કહ્યું- ભારત પર બોમ્બ એ રીતે નાખવામાં આવશે કે, મુસ્લિમોને કોઈ નુકસાન ન થાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 12:13:46

પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશીદે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે ગુરુવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, પાકિસ્તાન ભારત પર હુમલો કરવા માટે નાના-નાના એટમ બોમ્બ બનાવી રહ્યું છે. તેની મદદથી તેઓ આસામ સુધી ટાર્ગેટ કરી શકે છે. આ બોમ્બ સીધો હુમલો કરી શકે છે અને તેનાથી મોટા વિસ્તારોને બહુ નુકસાન પણ નહીં થાય. તેનો ઉપયોગ એવી રીતે કરવામાં આવશે કે જેથી મુસ્લિમ વિસ્તારોને નુકસાન ન થાય. રાશીદે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પણ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, અમે ભારત પર 100-150 ગ્રામના એટમ બોમ્બ નાખીશું.

પાકિસ્તાને ચીન સાથે મિત્રતા વધારવી જોઈએ
રાશીદે કહ્યું- દુનિયામાં દેશોનો નવો બ્લોક તૈયાર થશે. ચીન તેની આગેવાની કરી રહ્યું છે. રશિયા, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચીન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન વિરુદ્ધ થઈ ગયા છે. હાલના સમયમાં પાકિસ્તાને ચીન સાથે મિત્રતા વધારવી જોઈએ.

ભારતીય સેના પાકિસ્તાની સેનાની સરખામણીએ સારી: રાશીદ
રાશીદે માન્યું કે, ઈન્ડિયન આર્મી યુદ્ધના પારંપરિક પદ્ધતિમાં પાકિસ્તાન સેનાની સરખામણીએ સારી છે. આ જ કારણ છે કે, પાકિસ્તાન નાના એટમી હથિયાર તૈયાર કરી રહ્યું છે. જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો પાકિસ્તાન પારંપરિક રીતે લડાઈ ન જીતી શકે. તેમાં ઘણું લોહી વહી જશે, અંતે તે એટમી હથિયારથી જીતી શકાય એવી લડાઈ હશે.

રાશીદે દાવો કર્યો હતો- મેં સમજોતા એક્સપ્રેસ બંધ કરાવી
રાશીદે આ વર્ષે માર્ચમાં દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચલાવવામાં આવતી સમજોતા એક્સપ્રેસ પણ તેના આદેશથી જ બંધ થઈ છે. તેમણે તેમના દેશમાં મોંઘવારી વધવા માટે પણ ભારતને દોષ આપ્યો છે. તેમણે દેશમાં અનાજની અછત થયા પછી મુર્ગીઓને પણ ઘઉં કે અનાજ ન ખવડાવવાની અપીલ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post