• Home
  • News
  • BSNL પછી રેલવેએ પણ ચીનની કંપની સાથે 471 કરોડના કરારને રદ્દ કર્ય, કહ્યું- કામની ગતિ ધીમી
post

ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈસ્ટીટ્યુટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન ગ્રુપને 2016માં કરાર મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 08:52:53

નવી દિલ્હી: રેલવેએ ચીનની કંપનીને આપેલા સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકેશનનો 471 કરોડનો કરાર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈસ્ટીટ્યુટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન ગ્રુપને 2016માં કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

417 કિલોમીટર લાંબા સેક્શનમાં સિગ્નલિંગનું કામ કરવાનું હતું
ચીનની કંપનીએ 471 કરોડના આ કોન્ટ્રાક્ટ અંતર્ગત ઈસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરના 417 કિલોમીટર લાંબા કાનપુર અને મુગલસરાય સેક્શનમાં સિગ્નલિંગ અને ટેલીકોમ્યુનિકેશનનું કામ કરાવનું હતું. રેલવેએ કહ્યું કે આ કામની ગતિ ઘણી ધીમી છે. કંપનીએ આ કામ 2019 સુધીમાં પૂરું કરવાનું હતું, પરંતુ હાલ માત્ર 20 ટકા કામ પૂરું થયું છે.

BSNL4G સંસાધનોને અપગ્રેડેશન માટે લીધેલી ચીનની પ્રોડક્ટને બેન કરી
વાસ્તવમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી સરકાર ચીનની કંપનીઓ સાથે કડક વલણ અપનાવી રહી છે.  કેન્દ્રએ બુધવારે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ને પણ કહ્યું હતું કે 4G સંસાધનોના અપગ્રેડ કરવા માટે ચીનની પ્રોડક્ટનો ઉપયોગ સદંતર બંધ કરી દેવામાં આવે. સૂત્રોના જણાવ્યા મુજબ ટેલીકોમ ડિપાર્ટમેન્ટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.

ટેલીકોમ ડિપાર્ટમેન્ટ નવેસરથી ટેન્ડર બહાર પાડી શકે છે
હવે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ 4G સર્વિસના અપડેશન માટે નવેસરથી ટેન્ડર બહાર પાડી શકે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર એ અંગે પણ વિચાર કરી રહી ચે કે પ્રાઈવેટ ઓપરેટરોને પણ કહેવામાં આવે કે તેઓ પણ ચીનની કંપનીની પ્રોડક્ટ્સ ઉપર પોતાની નિર્ભરતા ઓછી કરે. ટેલીકોમ કંપનીઓ જેમકે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા હાલ હુવેઈ સાથે કામ કરી રહી છે. જ્યારે BSNL ZTE સાથે કામ કરે છે. સરકારી સૂત્રોનું માનવું છે કે ચીનની કંપનીઓની પ્રોડક્ટ નેટવર્ક સુરક્ષાને લઈને હંમેશા જોખમી રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post