• Home
  • News
  • રેલવે લૉન્ચ કરશે એક સુપર એપ, ટિકિટથી માંડીને ફરિયાદ સુધી બધી સર્વિસ એક જ એપમાં મળશે
post

રેલવેની સુપર એપ લોન્ચ કરવાની તૈયારી, એક જ એપમાં રેલવેને લગતી તમામ સેવા

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 18:56:46

યુઝર્સને હાલમાં રેલવેની વિવિધ સેવાઓ માટે અલગ અલગ એપનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ ટૂંક સમયમાં આ સમસ્યાનો અંત આવશે. રેલવે હાલની તમામ એપને મર્જ કરીને એક સુપર એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે હવે રેલવે સંબંધિત તમામ સેવા એક એપમાં ઉપલબ્ધ થશે, જેમાં ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનને ટ્રેક કરવા સુધીની તમામ સુવિધા સામેલ રહેશે. આ સુપર એપ રેલવેની આઈટી કંપની CRIS દ્વારા વિકસાવવામાં આવશે.

યુઝર્સના કામને સરળ બનાવશે 

રેલવે સંબંધિત તમામ સેવાને એક જ એપમાં લાવીને યુઝર્સના કામને સરળ બનાવવા હેતુથી આ સુપર એપ લોન્ચ કરવામાં આવશે. તેમાં રેલ મદદ, યુટીએસ અને નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ જેવી એપ્સ સામેલ હશે. આ ઉપરાંત પોર્ટ્રેડ, સતર્ક, TMS- નિરીક્ષણ જેવી સેવાઓ પણ સમાવી લેવાશે. આ ઉપરાંત IRCTC રેલ કનેક્ટ, IRCTC ઈ-કેટરિંગ ફૂડ ઓન ટ્રેક અને IRCTC એર જેવી ઘણી જાણીતી સ્ટેન્ડઅલોન એપ્સ પણ ઉમેરી દેવાશે. રેલ મદદ ફરિયાદો અને સૂચનો પર કામ કરે છે જ્યારે નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ ટ્રેનોના રનિંગ સ્ટેટસને ટ્રેક કરી શકે છે. 

સૌથી વધુ લોકપ્રિય એપ્લિકેશન

હાલની રેલવે એપ્સમાં IRCTC રેલ કનેક્ટ સૌથી લોકપ્રિય છે. તેને 10 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. રિઝર્વ્ડ ટિકિટ બુકિંગ માટે આ એકમાત્ર પ્લેટફોર્મ છે. તેવી જ રીતે, UTSને એક કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ટિકિટ અને સીઝન પાસ સાથે જોડાયેલું છે. રેલવે સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર આ સુપર એપને ડિઝાઇન કરતી વખતે તેના મોનેટાઈઝેશનની શક્યતાને પણ ધ્યાનમાં રખાશે. વર્તમાન સ્ટેન્ડઅલોન એપ્સને સામાન્ય પ્લેટફોર્મ પર લાવીને તેની વેલ્યુ ઊભી કરવી મહત્ત્વનું છે. તેને વિકસાવવા અને ત્રણ વર્ષ સુધી ચલાવવાનો અંદાજિત ખર્ચ રૂ. 90 કરોડ રૂપિયા હોઈ શકે છે. વર્ષ 2023માં IRCTCની કુલ ટિકિટ બુકિંગમાં રેલ કનેક્ટનો હિસ્સો લગભગ અડધો હતો. બાકીની ટિકિટો IRCTC વેબસાઇટ પરથી બુક કરાઈ હતી.


adv

Related News

post
post
post
post
post
post
post