• Home
  • News
  • દુનિયાનો પ્રથમ સોલાર પ્લાન્ટ જે 24 કલાક ચાલે છે, પેરાબોલિક રિફ્લેક્ટર સૂર્યની સાથે ફરે છે, 20 હજાર લોકોને વીજળી મળે છે
post

આ પ્લાન્ટની થર્મલ સ્ટોરેજ સિસ્ટમ સૂર્યની ગરમીને કન્ઝર્વ કરીને રાખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 10:36:46

જયપુર: રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્મકુમારી સંસ્થાનમાં બનેલા સોલાર થર્મલ પ્લાન્ટનેઈન્ડિયા વનના નામે ઓળખાય છે. દુનિયાનો પ્રથમ સોલાર થર્મલ પાવર પ્લાન્ટ છે જે 24 કલાક ચાલે છે. તેમાં થર્મલ સ્ટોરેજની પણ સુવિધા છે જેમાં સૂર્યની ગરમીને કન્ઝર્વ કરાય છે. પ્લાન્ટમાં પ્રથમ વખત પેરાબોલિક રિફ્લેક્ટર વિથ ફિક્સ ફોકસ ટેક્નિકનો ઉપયોગ કરાયો છે. પેરાબોલિક રિફ્લેક્ટર કોઈ સૂર્યમુખીના ફૂલની જેમ સૂર્યની દિશા સાથે ફરે છે. તેને બનાવવા માટે 70 ટકા ફન્ડિંગ ભારત અને જર્મનીની સરકારે કર્યુ છે, બાકી પૈસા બ્રહ્માકુમારી સંસ્થાને ખર્ચ્યા હતા. તેને એક રિસર્ચ પ્રોજેક્ટ તરીકે તૈયાર કરાયો છે. અહીં વર્ષ દરમિયાન દેશ-દુનિયામાંથી હજારો સ્ટુડન્ટ્સ રિસર્ચ માટે આવે છે. પ્લાન્ટથી રોજ અહીં 35 હજાર લોકોનું ભોજન તૈયાર થાય છે. સાથે 20 હજાર લોકોની ટાઉનશિપને વીજળી
મળે છે.


ખાસ : પ્લાન્ટ 25 એકરમાં ફેલાયેલો છે, 770 પેરાબોલિક રિફ્લેક્ટર લગાવાયા
25
એકરમાં ફેલાયેલા પ્લાન્ટમાં 770 પેરાબોલિક રિફ્લેક્ટર છે. એક રિફ્લેક્ટર 600 ચો.ફૂટનું હોય છે. પ્લાન્ટના પ્લાનિંગ મેનેજર બી.કે.યોગેન્દ્ર જણાવે છે કે સૂર્યનાં કિરણો રિફ્લેક્ટર પર લાગેલા કાચ સાથે અથડાય છે. રિફ્લેક્ટર પાસે બનેલા ફિક્સ ફોકસ બોક્સ કિરણોને રિસીવ કરે છે. તેની અંદર બનેલી કોઈલમાં પાણીથી વરાળ બને છે. પછી સ્ટીમ ટર્બાઈનથી વીજળી બને છે.


કેવી રીતે શરૂઆત થઈ : 90% કામ અહીં થયું, પ્લાન્ટ 30 વર્ષ સુધી ચાલશે
સોલાર પ્લાન્ટના સીઈઓ જય સિંહા કહે છે કે 1990માં જર્મનીથી સાયન્ટિસ્ટ વૂલ્ફગેંગ સિફલર મોડલ લઈને આવ્યા હતા. તે ઈચ્છતા હતા કે અહીંના આદિવાસી લાકડા બાળવાને બદલે વરાળથી ભોજન રાંધે. તે મોડલના આધારે પ્લાન્ટને અહીંના લોકોએ તૈયાર કર્યો. 90 ટકા કામ અહીં થયું છે. સોલાર ગ્રેડ મિરર અમેરિકાથી મગાવાયા. 30 વર્ષ સુધી પ્લાન્ટને કંઈ નહીં થાય.


સોલાર પ્લાન્ટની વિશેષતાઓ

·         80 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે પ્લાન્ટ

·         05 વર્ષમાં 300 લોકોની મહેનતે તૈયાર થયો

·         18 હજાર યુનિટ વીજળી અહીં રોજ પેદા થાય છે

·         35 35 હજાર લોકોનું ભોજન તેની મદદથી તૈયાર થાય છે

 

 

adv

Related News

post
post
post
post
post
post
post