• Home
  • News
  • રામ ચરણની પત્ની ઉપાસનાએ થિયેટરમાં 'RRR'જોઈને પતિને ચીયર કર્યું
post

રામ ચરણને જોઈને ફેન્સ ઘણા ખુશ થઈ જાય છે અને તેની ઉપર કાગળ ઉડાડવા લાગે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-28 11:16:27

એસએસ રાજામૌલીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'આરઆરઆર' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. ફેન્સ જૂનિયર એનટીઆર અને રામ ચરણની જોડીને પસંદ કરી રહ્યા છે. હવે ફિલ્મ જોયા પછી રામ ચરણની પત્ની ઉપાસના કામિનેનીનું રિએક્શન સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ફિલ્મ જોયા પછી ઉપાસના ઘણી ખુશ જોવા મળી રહી છે.

ઉપાસનાએ થિયેટરમાં પતિ રામ ચરણને ચીયર્સ કર્યું
વીડિયોમાં ઉપાસના ફિલ્મ જોવા માટે થિયેટરમાં બેઠેલી જોવા મળી રહી છે. એટલામાં જ ત્યાં રામ ચરણ પહોંચે છે. તેને જોઈને ફેન્સ ઘણા ખુશ થઈ જાય છે અને તેની ઉપર કાગળ ઉડાડવવા લાગે છે. તે જ સમયે ઉપાસના પણ પોતાના પતિને ચીયર કરવા લાગે છે. વીડિયોમાં ઉપાસના ગ્રે કલરની ટીશર્ટ, બ્લેક કલરનું પેન્ટ અને વ્હાઈટ કલરના જેકેટમાં જોવા મળી રહી છે.

વીડિયોને જોઈને ફેન્સ તેના પર કમેન્ટ કરવા લાગ્યા. એક ફેને લખ્યું, "RRRનો ક્રેઝ છે." બીજાએ લખ્યું, "RRR અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ છે."

'RRR'ને જબરદસ્ત ઓપનિંગ મળી
ફિલ્મ 'RRR'ને દુનિયાભરમાં જબરદસ્ત ઓપનિંગ મળી છે. પહેલા દિવસે ફિલ્મે 257 કરોડનો બિઝનેસ કર્યો, જે કોઈપણ ભારતીય ફિલ્મ માટે ઓપનિંગ-ડેનું સૌથી મોટું કલેક્શન છે. વિદેશમાં પણ 'RRR'ની ધૂમ છે, ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે હોલિવૂડની 'બેટમેન'ને પણ પછાડી દીધી છે. ઓવરસીઝમાં ફિલ્મની કમાણી 78 કરોડ રૂપિયા છે. 550 કરોડથી વધુ બજેટમાં બનેલી આ ફિલ્મે એકલા આંધ્ર પ્રદેશ અને બીજા તમિલ રાજ્યામાં 120 કરોડની ઓપનિંગ મળી છે, જે કોઈપણ એક રાજ્યની દૃષ્ટિએ પણ રેકોર્ડ કલેક્શન છે.

રાજામૌલીએ ફિલ્મને ડાયરેક્ટ કરી છે
'RRR''બાહુબલી'ના ડાયરેક્ટર એસ.એસ રાજામૌલીની ફિલ્મ છે. આ ફિલ્મ હિન્દી અને તેલુગુ સિવાય તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થઈ છે. આલિયા ભટ્ટ અને અજય દેવગન જેવા સ્ટાર્સના કારણે હિન્દીમાં પણ આ ફિલ્મે સારી કમાણી કરી છે. પહેલા આ ફિલ્મને 7 જાન્યુઆરીએ રિલીઝ કરવાની હતી, જો કે, કોરોનાનાં કારણે સિનેમાઘરો બંધ હતા તેથી તેને 25 માર્ચે રિલીઝ કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post