• Home
  • News
  • રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ભાજપનો રાજકીય કાર્યક્રમ થઈ ગયો છે એટલે અમે નથી જવાના : રાહુલ ગાંધી
post

રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરી PM મોદી પર સાધ્યું નિશાન

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-16 16:47:52

ઉત્તરપ્રદેશના અયોધ્યા (Ayodhya)માં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવના છે, તે પહેલા આજથી ધાર્મિક વિધિ પણ શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશના દિગ્ગજ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોને આમંત્રણ અપાયું છે, ઉપરાંત વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ પાઠવાયું છે, જોકે કોંગ્રેસ, ટીએમસી, સમાજવાદી પાર્ટી સહિતના કેટલાક પક્ષોએ સમારોહમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે, ઉપરાંત ચારેય પીઠના શંકરાચાર્યોએ પણ પ્રાણપ્રતિષ્ઠાની શાસ્ત્રોક્ત વિધિ પર સવાલ ઉઠાવ્યા છે, ત્યારે કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અંગે મોટું નિવેદન આપ્યું છે.

‘PMના કાર્યક્રમ પાછળ RSS-BJPનો હાથ’

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અંગે કહ્યું કે, RSS અને BJPએ અયોધ્યાના કાર્યક્રમને સંપૂર્ણ વડાપ્રધાન મોદીનો રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે.

ADVERTISEMENT

‘અમારી પાર્ટી અને ગઠબંધનમાંથી જે લોકો જવા ઈચ્છે છે, તે જઈ શકે’

ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલા રાહુલ ગાંધીએ આજે નાગાલેન્ડના ઉત્તર પૂર્વીય રાજ્ય કોહિમામાં કહ્યું કે, ‘હિન્દૂ ધર્મના મુખ્ય લોકોએ પણ રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે સવાલ કર્યા છે કે, 22મીનો કાર્યક્રમ ચૂંટણી થઈ ગયો છે, તેથી કોંગ્રેસે ન જવાનો નિર્ણય કર્યો છે. અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ, જોકે અમારી પાર્ટી અને ગઠબંધનમાંથી જે લોકો પણ ત્યાં જવા ઈચ્છે છે, જઈ શકે છે.’

‘કોંગ્રેસની યાત્રાના રૂટમાં અયોધ્યા નથી’

રાહુલ ગાંધીએ ઈશારા-ઈશારામાં સ્પષ્ટ કહ્યું કે, ‘હું કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અયોધ્યા નહી જાઉ. હું યાત્રાના રૂટ પર જ રહીશ. હાલ ન્યાય યાત્રાના રૂટમાં અયોધ્યા નથી.’

adv

Related News

post
post
post
post
post
post
post