• Home
  • News
  • રામલલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા 1 મિનિટ 14 સેકન્ડમાં જ પૂરી થશે:મુહૂર્ત 22 જાન્યુઆરીએ બપોરે 12:29:08 વાગ્યાથી, મુહૂર્ત શુદ્ધિ માટે સોનાનું દાન કરાશે
post

રામલલ્લાનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ છે. આ પહેલાં પણ ગ્રાઉન્ડ ફ્લોરનું ફિનિશિંગ પૂર્ણ થઈ ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-23 19:58:52

અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાનું સિંહાસન તૈયાર થઇ ગયું છે. હવે એને સોનાથી મઢવામાં આવશે. રામમંદિરનો પહેલો માળ પણ આગામી 9 દિવસમાં તૈયાર થઈ જશે. એ જ સમયે કાશીના પંડિતોએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે સમય નક્કી કર્યો છે. પ્રાણપ્રતિષ્ઠા 1 મિનિટ 24 સેકન્ડના શુભ મુહૂર્તમાં થવાની છે.

કાશીના બ્રાહ્મણ દ્રવિડ ભાઈઓ પં. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને પં. વિશ્વેશ્વર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે "22 જાન્યુઆરીએ બપોરે 12:29 વાગીને 8 સેકન્ડથી મૂળ મુહૂર્ત શરૂ થશે, જે 12:30 વાગીને 32 સેકન્ડ સુધી ચાલશે, એટલે કે કુલ 1 મિનિટ 24 સેકન્ડનું જ પ્રાણપ્રતિષ્ઠાનું મુહૂર્ત હશે." સાથે જ આ મુહૂર્તની શુદ્ધિ પણ કરવામાં આવશે, તેથી મુહૂર્ત શુદ્ધિનો સમય 20 મિનિટનો રહેશે, જે 19 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6:20 સુધી ચાલશે. આ પછી 20 જાન્યુઆરીએ સૂર્યોદય પહેલાં મુહૂર્તની શુદ્ધિ કરવાનો સંકલ્પ કરવામાં આવશે.

રામલલ્લાનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ છે. આ પહેલાં પણ ગ્રાઉન્ડ ફ્લોરનું ફિનિશિંગ પૂર્ણ થઈ ગયું છે. રામલલ્લાની 3 મૂર્તિ પણ તૈયાર છે. આમાંથી એકની પસંદગી 7 જાન્યુઆરી પહેલાં કરવામાં આવશે. જન્મભૂમિ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદે સોશિયલ મીડિયા પર રામમંદિરની નવી તસવીરો જાહેર કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post