• Home
  • News
  • PAKની સ્કૂલમાં બાળકી સાથે રેપ:સ્ટુડન્ટની ચીસો મિત્રોએ સાંભળી, સ્ટાફને જણાવ્યું તો કહ્યું- બાળકો તો બૂમો પાડતાં જ હોય છે
post

ડોકટર્સે પોલીસને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે બાળકીની સાથે ઘણી જ હેવાનિયત કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-12 12:02:37

પાકિસ્તાનના લાહોરની એક જાણીતી સ્કૂલમાં ગુરુવારે ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે રેપ થયો. આ ઘટના સ્કૂલમાં રજા પડે એ પહેલા વોશરૂમમાં થઈ. આશ્ચર્યની વાત એ છે કે આ બાળકીના મિત્રોએ તેની ચીસ સાંભળી હતી અને આ અંગે સ્કૂલના સ્ટાફને જાણકારી આપી પણ હતી. ત્યારે સ્ટાફે એવું કહીને ફરિયાદ પર ધ્યાન ન આપ્યું કે આ તો સ્કૂલ છે, અહીં બાળકોના બૂમ-બરાડાઓ તો સંભળાતા જ હોય છે.

બાળકી બેભાન થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. આ ઘટના પછી પણ કોઈની અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. તો આ મુદ્દે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અને પોલીસ બંને મૌન છે.

કઈ રીતે ઘટી આ ઘટના
જે સ્કૂલમાં આ ઘટના ઘટી છે એનું નામ પણ હજુ સુધી સામે નથી આવ્યું. મીડિયા રિપોટ્સમાં માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે આ શહેરની એક જાણીતી પ્રાઈવેટ સ્કૂલ છે અને અહીં અમીરોનાં બાળકો ભણે છે.

પાકિસ્તાનના અખબાર 'ધ ડોન'ના રિપોર્ટ મુજબ ઘટના ગુરુવાર સાંજની છે. સ્કૂલમાં રજા પડવાની હતી એ સમયે 10 વર્ષની ત્રીજા ધોરણમાં ભણતી બાળકી વોશરૂમમાં ગઈ હતી. તે મોડે સુધી બહાર ન આવી. કલાક પછી તે બેભાન હાલતમાં વોશરૂમમાંથી મળી હતી. વોશરૂમની સ્થિતિ જોઈને સ્પષ્ટ રીતે ખ્યાલ આવતો હતો કે બાળકીએ રેપિસ્ટની ચુંગાલમાંથી બચવા ઘણો સંઘર્ષ કર્યો હતો. જોકે તે માસૂમ હેવાનના સકંજામાંથી બચી શકી ન હતી.

કોણ હોઈ શકે છે આરોપી
રિપોર્ટ્સ મુજબ બાળકીની સાથે હેવાનિયત કરનાર કાં તો સ્કૂલનો જ કોઈ વિદ્યાર્થી કે કોઈ સ્ટાફ મેમ્બર હોઈ શકે છે. આ સ્કૂલમાં છોકરા-છોકરીઓ સાથે ભણે છે. મળતી માહિતી મુજબ આરોપીએ બાળકીનો પીછો કર્યો અને તે વોશરુમમાં પહોંચી તો આરોપી પણ પરાણે ઘૂસી ગયો અને દરવાજો બંધ કરી દીધો હતો.

બાળકીની ચીસો અને સ્ટાફને કોઈ જ ચિંતા નહીં
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, ઘટના સમયે બાળકીની અનેક ચીસ સંભળાઈ હતી. આ અવાજ તેમના ફ્રેન્ડ્સે પણ સાંભળ્યો હતો. તેમણે સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને જઈને પણ જણાવ્યું હતું કે વોશરૂમમાંથી ચીસો સંભળાઈ રહી છે, પરંતુ સ્ટાફે એમ કહીને ઈગ્નોર કરી દીધું કે સ્કૂલમાં તો આવી ચીસો સંભળાતી જ હોય છે. ડોકટર્સે પોલીસને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે બાળકીની સાથે ઘણી જ હેવાનિયત કરવામાં આવી છે. હવે સ્કૂલના CCTV શોધવામાં આવી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post