• Home
  • News
  • મોરેટોરિયમ સ્કીમ:રિઝર્વ બેન્કે 5 નવેમ્બર સુધીમાં વ્યાજનું વ્યાજ માફ લાગુ કરવા કહ્યું, 2 કરોડ સુધીના લોનધારકોને લાભ મળશે
post

કેન્દ્રએ કહ્યું- 5મી સુધીમાં ખાતામાં પૈસા જમા થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 09:33:30

ભારતીય રિઝર્વ બેન્કે તમામ બેન્કો, નાણાકીય સંસ્થાઓને મંગળવારે કહ્યું કે તેઓ 2 કરોડ રૂ. સુધીની લોન માટે તાજેતરમાં જાહેર કરાયેલી વ્યાજમાફી યોજના 5 નવેમ્બર સુધીમાં લાગુ કરે. આ યોજના અંતર્ગત 2 કરોડ રૂ. સુધીની લોનના વ્યાજ પરનું વ્યાજ 1 માર્ચ, 2020થી 6 મહિના માટે માફ કરાશે. સરકારે આ યોજનાનો લાભ લેવા માટેની યોગ્યતા ધરાવતા લોન ખાતાં માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની ચુકવણી અંગેની યોજના 23 ઓક્ટોબરે જાહેર કરી હતી. સરકારે તમામ બેન્કોને 5 નવેમ્બર સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ તથા સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની રકમ લોનધારકના ખાતામાં જમા કરવા કહ્યું હતું.

કેન્દ્રએ કહ્યું- 5મી સુધીમાં ખાતામાં પૈસા જમા થશે
સુપ્રીમમાં સરકારે જણાવ્યું છે કે રિઝર્વ બેન્કની મોરેટોરિયમ સ્કીમમાં 2 કરોડ રૂ. સુધીની લોન લેનારા લોનધારકો માટે વ્યાજના વ્યાજ, સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની રકમ બેન્કો 5 નવે. સુધીમાં ખાતાંમાં જમા કરી દેશે, તે રકમનો કેન્દ્ર સરકાર પાસેથી ક્લેમ કરશે. કેન્દ્રે તેની એફિડેવિટમાં સુપ્રીમને જણાવ્યું કે નાણામંત્રાલયે જારી કરેલી સ્કીમ મુજબ લોન આપનારી બેન્કો કોરોનાના કારણે 6 મહિનાના મોરેટોરિયમના ગાળા દરમિયાન સામાન્ય વ્યાજ, વ્યાજના વ્યાજ વચ્ચેના તફાવતની રકમ લોનધારકોનાં ખાતાંમાં જમા કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post