• Home
  • News
  • બજારમાંથી 100 અબજ ડોલરનું વિદેશી રોકાણ પગ કરી જવાની આશંકા : આરબીઆઇ
post

ભારતની વિદેશી ચલણની અનામતો દસ જૂને ઘટીને 596 અબજ ડોલર થઈ દસ મહિનાના તળિયે પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 10:46:00

મુંબઈ : ભારતના નાણાકીય બજારો ખાસ કરીને ઇક્વિટીએ છેલ્લા આઠ મહિનાથી વિદેશી ચલણનો આઉટફ્લો જોયો છે. અમેરિકાના ઊંચા  વ્યાજદર અને યુક્રેન યુદ્ધે તેને વેગ આપ્યો છે. કોવિડ-૧૯ના લીધે દેશના જીડીપીની નબળી વૃદ્ધિ આર્થિક પરિદ્રશ્યએ વિદેશી મૂડીની ભારતમાંથી ઉડી જવાની પ્રક્રિયા વેગવંતી બનાવી છે.  રિઝર્વ બેન્કના સ્ટાફે લખેલા પેપરમાં જણાવાયું છે કે જીડીપી વૃદ્ધિમાં કોવિડ જેવાં સંકોચનને પ્રતિસાદ આપવા ભારતમાંથી પાંચ ટકા પોર્ટફોલિયો આઉટફ્લો જોવા મળી શકે  છે જે જીડીપીના ૩.૨ ટકા કે ૧૦૦.૬ અજ ડોલર થાય. 

બીજા પ્રકારના સંજોગોમાં આઉટફ્લોનું પ્રમાણ વધારે હોઈ શકે. આ ઘટાડો ૧૦૦ અબજ ડોલરને પણ વટાવી શકે.બીજા સિનારિયોમાં જોઈએ તો આ આઉટફ્લોનું પ્રમાણ જ એટલું હોય કે અમેરિકામાં ય્વાયજદર વધશે તો વાંધો નહી આવે, જેવું વૈશ્વિક નાણાકીય કટોકટી વખતે બન્યું હતું. બીજુ આ પ્રકારની ઘટના દરમિયાન ભારતના વોલેટાલિટી ઇન્ડેક્સમાં આવેલો ઉછાળા જોવાય. 

રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ જણાવ્યું હતું કે આત્યંતિક સ્થિતિમાં બધા પરિબળોનું સંયોજન થાય તો પછી મૂડી જવાની સંભાવના પાંચ ટકા જ છે. તેની સામે જીડીપીમાં ૭.૭ ટકાનું રોકાણ થાય છે અને ટૂંકાગાળાની વેપાર ખાધ જીડીપીના ૩.૯ ટકા થાય. આ પેપરનું ટાઇટલ હતું કેપિટલ ફ્લોઝ એટ રિસ્ક, જ્યારે ટૂંકાગાળાની ક્રેડિટ રિટ્રેન્ચમેન્ટ જીડીપીના ૩.૯ ટકા  છે, એમ રિઝર્વ બેન્કના નેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ જણાવ્યું હતું.

આ પેપરનું ટાઇટલ છે કેપિટલ ફ્લોઝ રેટ રિસ્ક: ઇન્ડિયાઝ એક્સપીરિયન્સનેું લેખન પાત્રા, હરેન્દ્ર બેહરા અનેઆ બુક બેન્કના જુન ૨૦૨૨ના બુલેટિનમાં જારી કરવામાં આવી હતી. જો કે તેમણે પુસ્તકમાં વ્યક્ત કરેલા મંતવ્યો અંગત છે. તે રિઝર્વ બેન્કનું પ્રતિબિંબ પાડતા નથી. આ આર્ટિકલમાં અંદાજમાં ૨૮૮ અબજ ડોલરના કુલ સ્ટોક પોર્ટફોલિયો રોકાણની સાથે ડિસેમ્બર ૨૦૨૧ના અંતે ૧૧૦.૫ અબજ ડોલરની ટૂંકાગાળાની ટ્રેડ ક્રેડિટની પણ સમીક્ષા કરવામાં આવી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post