• Home
  • News
  • RBI Monetary Policy: હોમ લોન સસ્તી નહીં થાય!, વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
post

RBI Monetary Policy: RBI ની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-07 10:41:37

નવી દિલ્હી: RBI Monetary Policy: RBI ની મોનિટરી પોલીસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. MPC ની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે MPC ના તમામ સભ્યોએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તમામ સભ્યો વ્યાજદરમાં કોઈ પણ પ્રકારના ફેરફારના પક્ષમાં નહતા. 

RBI ના આ નિર્ણય બાદ રેપો રેટ 4ટકા યથાવત રહેશે. આ એ રેટ હોય છે જેના પર બેન્ક રિઝર્વ બેન્ક પાસેથી કરજ લે છે. રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા યથાવત છે. આ એ રેટ છે જેના પર  બેન્ક પોતાના પૈસા રિઝર્વ બેન્ક પાસે રાખે છે. MSF અને બેન્ક દરોમાં પણ કોઈ ફેરફાર  કરાયો નથી. 

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે કોરોના મહામારીને જોતા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. જેની  અસર ગ્રોથ રિકવરી પર જોઈ શકાય છે. રિઝર્વ બેન્કની પોલીસી જાહેરાત બાદ શેર બજાર પણ જોશમાં જોવા મળ્યું છે. શેર બજારોમાં પોલીસી બાદ તેજી વધી છે. બજાર દિવસના ઉપરના સ્તરો પર પહોંચી ગયું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post