• Home
  • News
  • RBIએ કહ્યું- દેશમાં 264 વિલફુલ ડિફોલ્ટર, 1.08 લાખ કરોડની બેન્ક લોન બાકી, ડિફોલ્ટરની યાદીમાં મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ ટોચ પર
post

આરબીઆઈએ કહ્યું છે કે કુલ 1913 વિલફુલ ડિફોલ્ટરો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 10:04:56

દેશભરમાં 264 મોટા વિલફુલ ડિફોલ્ટર પાસે બેન્કોની 1.08 લાખ કરોડની બાકી રકમ બોલે છે. રિઝર્વ બેન્કે આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીમાં ઉપર મુજબ જણાવ્યું છે.પૂણેના આરટીઆઈ કાર્યકર્તા વિવેક વેલણકરે આરબીઆઈ પાસેથી વિલફુલ ડિફોલ્ટરોની માહિતી માંગી હતી. આરબીઆઈએ કહ્યું છે કે કુલ 1913 વિલફુલ ડિફોલ્ટરો છે.

જૂન-2020 સુધીમાં તેમણે બેન્કને 1.46 લાખ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. 264 વિલફુલ ડિફોલ્ટર એવા છે કે જેમની 100 કરોડથી વધુની લોન બાકી છે. 23 ડિફોલ્ટર પર 1 હજાર કરોડથી વધુની રકમ બાકી છે. તેમની પાસે 43,324 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. 34 ડિફોલ્ટર એવા છે કે જેમની બાકી રકમ 500થી 1000 કરોડ વચ્ચે છે. આ રકમ 22,105 કરોડ થવા જાય છે. 207 ડિફોલ્ટરની બાકી રકમ 100 કરોડથી 500 કરોડની વચ્ચે છે અને તેમની બાકી રકમ 43,095 કરોડ રૂપિયા છે. 100 કરોડ કે તેથી વધુ વિલફુલ ડિફોલ્ટરો પાસેની બાકી રકમ 1 લાખ 8 હજાર 546 કરોડ રૂપિયા થવા જાય છે. બેન્કે કહ્યું કે જે તે બેન્કોએ પોતાની બાકી રકમ વસૂલવા માટે ડિફોલ્ટરો પાસે કેસ દાખલ કર્યો છે.

ડિફોલ્ટરની યાદીમાં મેહુલની ગીતાંજલિ જેમ્સ ટોચ પર
વિલફુલ ડિફોલ્ટરની યાદીમાં ટોચ પર હીરાના વેપારી મેહલુ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ છે. તેની બાકી રકમ 5747.05 કરોડ થવા જાય છે. ચોક્સી હાલમાં કેરેબિયન દેશ એન્ટીગુઆમાં રહે છે. વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સ 15મા ક્રમે છે અને તેની બાકી રકમ 1,335.26 કરોડ છે. ચોંકાવનારી વાત એવી છે કે એઆઈબીઈએ દ્વારા જાહેર કરાયેલા આંકડા કરતાં આ રકમ વધુ છે.

સરકાર કડક પગલાં ભરે
પૂણેના સજગ નાગરિક મંચના વિવેક વેલણકરે કહ્યું- બેન્કોએ આ નાણાની વસૂલાત માટે તેમની ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે. સરકારે પણ કડક પગલાં ભરવાની જરૂર છે. વીલફૂલ ડિફોલ્ટર અંગેના નામ દરેક બેન્કોએ ક્રેડિટ રેટિંગ એજન્સી અને રિઝર્વ બેન્કને જણાવવા અનિવાર્ય છે.

ટોપટેન ડિફોલ્ટર અને બાકી રકમ

ક્રમ

કંપની

રકમ (રૂ.કરોડમાં)

1

ગીતાજંલિ જેમ્સ

5,747.05

2

REI એગ્રો

3,516.56

3

ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ

3,097.64

4

વિનસ ડાયમંડ

2,975.73

5

ઝૂમ ડેવલોપર

2,580.61

6

રોટોમેક ગ્લોબલ

2,530.95

7

કુડોસ કેમિ.

1,948.12

8

એબીજી શિપયાર્ડ

1,874.90

9

ટ્રાન્સટ્રોય ઇન્ડિયા

1,861.11

10

ફોરેવર જ્વેલરી

1,653.24

 

adv

Related News

post
post
post
post
post
post
post