• Home
  • News
  • આફ્રિકાના દેશમાં રાજકીય સંકટ:માલીમાં સત્તા પલટવાનો પ્રયાસ, વિદ્રોહી સૈનિકોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંધક બનાવ્યા
post

મંગળવારે સવારે રાજધાની બમાકોની પાસે આવેલા એક મિલિટ્રી કેમ્પ પર ગોળીબાર કરવાથી તખ્તો પલટવાની કોશિશ શરૂ થઈ ગતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 09:31:37

માલીના રાષ્ટ્રપતિ ઇબ્રાગિમ બોબાકાર કેતાને વિદ્રોહી સૈનિકોએ બંધક બનાવી દીધા છે. સરકારના પ્રવક્તાએ બીબીસીને આ જાણકારી આપી છે. મુલાકાત કરીને વાતચીત કરવાની અપીલ કરી હોવા છતાં પ્રધાનમંત્રી બાઉઓ સીસેને પણ વિરોધીઓએ બંધક બનાવી દીધા છે.

પશ્ચિમી આફ્રિકી દેશમાં મંગળવારે સવારે રાજધાની બમાકોની પાસે આવેલા એક મિલિટ્રી કેમ્પમાં થયેલા ગોળીબારથીતખ્તો પલટવાની કોશિશ શરૂ થઈ હતી. શહેરમાં યુવાનોએ સરકારી બિલ્ડિંગ્સમાં આગ લગાવી દીધી હતી. ત્યારબાદ સરકારથી નારાજ સૈનિકોએ સિનિયર કમાન્ડરોને પણ બંધક બનાવી દીધા હતા. આ સાથે જ બમાકોથી 15 કિલોમીટર દૂર આવેલા કાતી કેમ્પને કબ્જે પણ કર્યો હતો.

રાષ્ટ્રપતિના રાજીનામાની માગ
આફ્રિકિ સંઘ અને સ્થાનિય ગ્રુપ ઇકોવાસે આ વિદ્રોહની નિંદા કરી છે. વિદ્રોહી સૈનિક રાષ્ટ્રપતિના રાજીનામાની માગ કરી રહ્યાં છે. બીબીસી આફ્રિકાના રિપોર્ટ પ્રમાણે, વિદ્રોહી સૈનિકોનું નેતૃત્વ કાતી કેમ્પના ડેપ્યૂટી હેડ કર્નલ મલિક ડિઆગો અને કમાન્ડર જનરલ સાદિયો કમારાએ કર્યું છે.

વિદ્રોહનું કારણ સ્પષ્ટ નથી
કાતી કેમ્પને કબ્જામાં કર્યા પછી વિદ્રોહીઓએ રાજધાનીમાં રસ્તા ઉપર માર્ચ કાઢી હતી. બપોરે તેમણે રાષ્ટ્રપતિ કેતાના નિવાસસ્થાને ઘૂસ્યા હતા અને રાષ્ટ્રપતિ સહિત પ્રધાનમંત્રીને બંધક બનાવ્યાં હતા. ત્યારે બંને ત્યાં હતા. આ પગલાંનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વિદ્રોહ પગારને લઇને કરવામાં આવી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post