• Home
  • News
  • કોવિડ બાદ દેશની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં રિકવરી, વિદેશી સહેલાણીઓનો ખર્ચ ઘરેલુ પર્યટકો કરતાં 26 ગણો વધ્યો
post

આ વર્ષે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી મારફતે 8.8 કરોડ રોજગારીનું સર્જન થશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-17 18:10:48

વિદેશી પર્યટકો ઘરેલુ પર્યટકોની તુલનામાં 26 ગણો વધુ ખર્ચ કરે છે. ડિજિટલ પેમેન્ટ કંપની વીસા અને પ્રોફેશનલ સર્વિસ ફર્મ ઇવાયના એક રિપોર્ટ અનુસાર દેશની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે વિદેશી સહેલાણીઓને આકર્ષિત કરવા માટે વધુને વધુ પ્રયાસ થાય તે જરૂરી છે.

એક રિપોર્ટ અનુસાર કોવિડ દરમિયાન ભારતની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો હતો. પરંતુ હવે પ્રવાસનો ટ્રેન્ડ વધવાથી અને ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું હોવાથી તેમાં ઝડપી રિકવરી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે રિકવરી નોંધાવે તેવી આશા છે. તે પ્રી-કોવિડ લેવલના 85-95% સુધી પહોંચી જશે. તેમાં ભારતનું વિશેષ યોગદાન રહેશે.

આ વર્ષે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી મારફતે 8.8 કરોડ રોજગારીનું સર્જન થશે
રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર ભારતની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી વર્ષ 2023 દરમિયાન 8.8 કરોડ લોકોને રોજગારી આપશે. તેનું દેશની જીડીપીમાં 11.48 લાખ કરોડ રૂપિયાનું યોગદાન રહેશે. દેશમાં આ સેક્ટર 13% લોકોને રોજગારી પૂરી પાડે છે. તેનું દેશની જીડીપીમાં 5% યોગદાન છે. રિપોર્ટ અનુસાર, આગામી દાયકામાં ભારતમાં મેડિકલ અને વેલનેસ, આધ્યાત્મિક, બિઝનેસ ટ્રાવેલની સાથે એડવેન્ચર ટૂરિઝમ સેગમેન્ટમાં પણ વૃદ્ધિ નોંધાશે.

મેડિકલ અને વેલનેસ ટૂરિઝમ સેગમેન્ટ 2032 સુધી અંદાજે 2.4 કરોડ રોજગારીનું સર્જન કરી શકે છે. આ દરમિયાન એડવેન્ચર ટૂરિઝમ સેગમેન્ટ પણ 60 લાખ નવી નોકરીનું સર્જન કરી શકે છે. કોવિડ બાદ ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ વધતા પણ લોકોની ખરીદશક્તિમાં વધારો થવાને કારણે પણ લોકો હવે વેકેશન દરમિયાન પ્રવાસ પર વધુ ખર્ચ કરવાનું પસંદ કરી રહ્યાં છે.

સરકારે વિદેશમાં પ્રમોશન એક્ટિવિટીનો ખર્ચ ઘટાડ્યો

·         આ વર્ષે પર્યટનના બજેટથી 50%થી વધુ સ્વદેશ દર્શનની સ્કીમ માટે ફાળવણી કરી છે.

·         2023ના બજેટમાં ટૂરિઝમ માટે કોઇપણ ફેરફાર વગર 2,400 કરોડની ફાળવણી કરાઇ છે.

·         દુનિયામાં શહેર પર ટૂરિઝમ ઓફિસ બંધ કરી ચૂક્યું છે પર્યટન મંત્રાલય.

·         તેમાં લંડન, દુબઇ, સિંગાપોર અને ન્યૂયોર્ક જેવા મોટા શહેર સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post