• Home
  • News
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફેસબુક મળીને ચીનની સુપર એપ We Chatને ટક્કર આપવાની તૈયારીમાં
post

પેમેન્ટ, ગેમિંગ સહિત તમામ સુવિધાઓ એક પ્લેટફોર્મ ઉપર લાવવાની તૈયારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 09:36:37

મુંબઈ: મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને માર્ક ઝકર્બર્ગની ફેસબુક કંપની સાથે મળીને વોટ્સએપ પ્લેટફોર્મ અને યુઝર બેઝનો ફાયદો ઉઠાવી ચીનની સુપર એપ વી-ચેટની જેવી મલ્ટીપર્પઝ એપ બનાવવાની સંભાવનાઓ શોધી રહી છે. બન્ને  કંપનીઓ સાથે મળીને આ પ્રોજેક્ટ માટે ફંડિગ, ટેક્નિકલ જાણકારી અને ડોમેન પર કામ કામ કરી રહી છે.

jio.com અને જીયો મનીનો ઉપયોગ કરવાની સુવિધા
મીડિયા રિપોર્ટ મુજબ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને આ એપ લોન્ચ કરવાનું કંપનીઓ વિચારી રહી છે. જેનો હેતું આ માધ્યમથી યુઝર રિલાયન્સ રિટેલ સ્ટોર કે jio.com પરથી કરિયાણાનો સામાન ખરીદી શકે અને JioManyનો ઉપયોગ કરી પેમેન્ટ કરી સકશે. વી-ચેટ જેવી સુપર એપ બનાવવાની યોજના એટલા માટે પણ છે કે તે અન્ય સુવિધાઓની સાથે ડિજીટલ પેમેન્ટ, સોશિયલ મીડિયા, ગેમિંગ, એર ટિકિટ બૂકિંગ અને હોટલ બૂકિંગની સુવિધા આપશે.

મોર્ગન સ્ટેનલીની ઈનવેસ્ટમેન્ટ બેંકર તરીકે નિમણુક
એક એપ્લિકેશનથી રિલાયન્સને બે લાભ મળશે. ઉપભોક્તા વ્યવસાય માટે બીટૂબી પ્લેટફોર્મ આપવાની સાથે ઉપયોગકર્તાઓના ખર્ચની ટેવોની જાણકારી મેળવશે. હાલ કોમર્શિયલ પ્રયોગ ચાલી રહ્યો છે. આ કામ માટે મોર્ગન સ્ટેનલીને ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે નિમવામાં આવ્યા છે.

ફેસબુક અને રિલાયન્સ ઓળખ આપશે
રિપોર્ટ મુજબ આ વિશે ચાલી રહેલી વાતને અલગ-અલગ રીતે જોવામાં આવી રહી છે. કોમર્શિયલ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોને ખ્યાલ નહીં હોય કે ટેક્નોલોજી અને ડીલના નાણાકિય પહેલુઓ ઉપર શું થઈ રહ્યું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ એક નાણાકીય રોકાણ ન રહીને, એક નિર્ણાયક ભાગીદારી હશે.આ ડીલ વેલ્યુ અને એક એવો બિઝનેસ બનાવવા અંગે છે કે જે ફેસબુક અને રિલાયન્સ બન્નેને અલગ અલગ ઓળખ આપશે.

અંતિમ માળખું સ્પષ્ટ નથી
રિપોર્ટ મુજબ સ્થિતિ બિલકુલ સ્પષ્ટ નથી અને એ પણ સ્પષ્ટ નથી કે તેનું અંતિમ માળખુ કેવું હશે. આ ડીલ ઉપર કામ કરી રહેલા સૂત્રના જણાવ્યા મુજબ નવી કંપની બનાવવામાં પણ આવે. જેમા બન્ને કંપની રોકાણ કરશે. અથવા ફેસબુક રિલાયન્સ જીયો કે રિલાયન્સ રિટેલમાં રોકાણ કરી શકે છે. આ રીતે નવા વેન્ચરમાં ભાગીદારી હોય શકે છે.

10 ટકા ભાગીદારી ખરીદવાની યોજના
ફાઈનાન્સિયલ ટાઈમ્સે 24 માર્ચે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ફેસબુકની નજર રિલાયન્સ જીયોમાં મલ્ટીબિલિયન ડોલરની ભાગીદારી ઉપર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ફેસબુક રિલાયન્સ જીયોમાં અબજો ડોલરનો ખર્ચ કરી 10 ટકા ભાગીદારી ખરીદી  શકે છે. એક અન્ય સૂત્રના કહેવા મુજબ કોમર્શિયલ એગ્રીમેન્ટ થવા જઈ રહ્યો છે. પરંતુ એ સ્પષ્ટ નથી કે કંપનીઓ એક સાથે કેવી રીતે આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post