• Home
  • News
  • મિડનાઈટ ડીલ:રિલાયન્સ રિટેલે રૂ. 620 કરોડમાં ઓનલાઈન ફાર્મસી કંપની નેટમેડ્સ ખરીદી
post

રિલાયન્સ રિટેલની ક્ષમતામાં વધારો થશેઃ ઈશા અંબાણી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-19 09:48:33

ખાનગી ક્ષેત્રની અગ્રણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ આજે જાહેરાત કરી છે કે તેની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ વિટાલિક હેલ્થ પ્રાઈવેટ લિમિટેડ તથા તેની પેટા કંપની (જે સંયુક્ત રીતે નેટમેડ્સ)માં આશરે રૂપિયા 620 કરોડમાં બહુમતિ હિસ્સો હસ્તગત કર્યો છે. આ રોકાણ વિટાલિકની ઈક્વિટી શેર મૂડીમાં 60 ટકા તથા તેની પેટાકંપનીઓ જેવી કે ટ્રેસારા હેલ્થ પ્રાઈવેટ લિમિટેડ, નેટમેડ્સ માર્કેટ પ્લેસ લિમિટેડ તથા દધા ફાર્મા ડિસ્ટ્રીબ્યુશન પ્રાઈવેટ લિમિટેડની 100 ટકા પ્રત્યક્ષ ઈક્વિટી માલિકીનું પ્રતિનિધિત્વ કરે છે.

વર્ષ 2015માં શરૂ થયેલા વિટાલિક તથા તેની પેટાકંપનીઓ ફાર્મા ડિસ્ટ્રીબ્યુશન, વેચાણ તથા સહાયક સેવાઓને લગતા કારોબાર સાથે જોડાયેલી છે. તેની પેટાકંપની ઓનલાઈ ફાર્મસી પ્લોટફોર્મ-નેટમેડ્સ-પણ ચલાવે છે,તે ફાર્માસિસ્ટ્સ સાથે જોડે છે તેમ જ દવાઓ, પોષણક્ષમ આરોગ્ય તથા સુખાકારીને લગતા વિવિધ ઉત્પાદનો ગ્રાહકોના ઘર સુધી ઉપલબ્ધ કરાવે છે.

રિલાયન્સ રિટેલની ક્ષમતામાં વધારો થશેઃ ઈશા અંબાણી
વ્યૂહાત્મક રોકાણ અંગે માહિતી આપતા RRVLના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે ભારતમાં દરેકને માટે ડિજિટલ એક્સેસ પૂરું પાડવા માટેની અમારી કટિબદ્ધતા સાથે આ રોકાણ જોડાયેલુ છે. આ સાથે નેટમેડ્સનો ઉમેરો થવાથી સારી ગુણવત્તાવાળા તથા પરવડે તેવી કિંમતથી આરોગ્યલક્ષી ઉત્પાદનો (પ્રોડક્ટ્સ) તથા સેવાઓ (સર્વિસિસ) પૂરી પાડવાની રિલાયન્સ રિટેલની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત ગ્રાહકોની મોટાભાગની દૈનિક જરૂરિયાતો સહિત તેમની ડિજિટલ વાણિજ્ય સ્થિતિ વધારે વિશાળ બનશે. આટલા ટૂંકા ગાળામાં દેશવ્યાપી ડિજિટલ ફ્રેન્ચાઈઝીનું નિર્માણ કરવા માટે નેટમેડ્સની જે કામગીરી રહી છે તેનાથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ. આ સાથે અમને વિશ્વાસ છે કે અમારા રોકાણ તથા ભાગીદારી સાથે તેની કામગીરીને વધુ વેગ મળશે.

રિલાયન્સ પરિવાર સાથે જોડાવા બદલ ગૌરવ
આ પ્રસંગે નેટમેડ્સના સ્થાપક અને CEO પ્રદીપ દધાએ જણાવ્યુ હતું કે રિલાયન્સ પરિવાર સાથે જોડાવા બદલ નેટમેડ્સ માટે ખરેખર આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. અમે સાથે મળીને ગુણવત્તાયુક્ત તથા પરવડે એટલી કિંમતથી હેલ્થકેર સુવિધા દરેક ભારતીય સુધી પહોંચાડશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post