• Home
  • News
  • એપ્રિલ-જૂન કવાર્ટરમાં રિલાયન્સના રિટેલ બિઝનેસનો ઓપરેટિંગ પ્રોફિટ 60% અને આવકમાં 17%નો ઘટાડો થયો
post

લોકડાઉનમાં જિયોમાર્ટના રોજના ઓર્ડર 4 લાખ સુધી પહોચ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 09:55:33

અમદાવાદ: દેશની સૌથી મોટી કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય પરિણામોની રાહ દર ત્રિમાસિક ગાળામાં રહે છે, પરંતુ આ વખતે લોકડાઉનની અસર જોવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિટેલ બિઝનેસમાં સ્ટોર્સ બંધ થવાને કારણે કંપનીનો ઓપરેટિંગ નફો એટલે કે આવકવેરો અને વ્યાજ ખર્ચમાં ઘટાડો કરતા પહેલાના નફામાં લગભગ 60% ઘટીને રૂ. 722 કરોડ થયો છે. જોકે, રિટેલ બિઝનેસના ઈ-કોમર્સ સેગમેન્ટમાં કંપની ઝડપથી વિકસિત થઈ છે.

કંપનીએ લોકડાઉન દરમિયાન તેના જિયોમાર્ટ પ્લેટફોર્મ દ્વારા એક દિવસમાં 4 લાખ સુધીના ઓર્ડર પહોંચાડ્યા હતા. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 431 કરોડ છે. આવકમાં 17%નો ઘટાડો થયો છે. જૂનની ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 31,633 કરોડ રહી છે.

રિલાયન્સ રિટેલની મુખ્ય કામગીરી (કોન્સોલિડેટેડ)

·         ત્રિમાસિક ગાળાની આવક રૂ. 31,633 કરોડ હતી

·         ત્રિમાસિક ગાળામાં EBITDA રૂ. 1,083 કરોડ હતું

·         લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન અને ફક્ત આવશ્યક સેવાઓ કાર્યરત હોવા છતાં ક્વાર્ટરમાં ચોખ્ખો નફો રૂ. 431 કરોડ હતો

·         ત્રિમાસિક ગાળામાં રોકડ નફો રૂ. 793 કરોડ હતો

·         11,806 ઓપરેશનલ ફિઝિકલ સ્ટોર્સ

જિયોમાર્ટ દ્વારા ઇ-કોમર્સમાં પ્રવેશ

રિલાયન્સ રિટેલ જિયોમાર્ટ રિટેલ ગ્રાહકોને સેવા પૂરી પાડવાની સાથે તેના કરિયાણાની દુકાનના ભાગીદારોને પણ સપોર્ટ આપી રહી છે. લોકડાઉનની શરૂઆતમાં માર્ચના અંતે જિયોમાર્ટના દૈનિક ઓર્ડરમાં 4 ગણો વધારો થયો છે. જિયોમાર્ટે થોડા દિવસો પહેલા એક મોબાઇલ એપ પણ લોંચ કરી હતી. આ પ્લેટફોર્મ પર હમણાં જ કરિયાણા, પર્સનલ કેર, હોમ કેર અને બેબી કેરના ઉત્પાદનોનો ઓર્ડર આપી શકાય છે. કંપની 200 શહેરોમાં સેવા આપી રહી છે. ટૂંક સમયમાં, કરિયાણા ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, હેલ્થકેર અને ફાર્મા ઉત્પાદનો પણ ઉપલબ્ધ થશે. જિયોમાર્ટ એમેઝોન પેન્ટ્રી, બિગ બાસ્કેટ, ગ્રોઅર્સ અને ફ્લિપકાર્ટ સુપરમાર્કેટ સાથે સ્પર્ધા કરે છે.

વોટ્સએપના 40 કરોડ ગ્રાહકો પર નજર
રિલાયન્સ રિટેલે પણ ન્યુ કોમર્સ બિઝનેસના વિકાસને વેગ આપવા માટે વ્હોટ્સએપ સાથે કોમર્શિયલ ભાગીદારી કરી છે. જિયોમાર્ટને વોટ્સએપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે જેથી ગ્રાહકો તેમની નજીકની કરિયાણાની દુકાનમાંથી વોટ્સએપ દ્વારા માલ મંગાવી શકે. દેશમાં વોટ્સએપના 40 કરોડ યુઝર્સ છે.

5 વર્ષમાં રૂ. 8 લાખ કરોડની કંપની બની શકે છે
કેપિટલ માર્કેટ કંપની CLSSના જણાવ્યા પ્રમાણે, રિલાયન્સ રિટેલનું હાલનું વેલ્યુએશન 70 અબજ ડોલર (રૂ. 5.23 લાખ કરોડ) છે. તે આગામી 5 વર્ષમાં 110 અબજ ડોલર (રૂ. 8.23 લાખ કરોડ) સુધી પહોંચી શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કુલ વેલ્યુએશન હાલમાં રૂ. 13.36 લાખ કરોડ છે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે, આવતા કેટલાક વર્ષોમાં રિલાયન્સ રિટેલ કઈ બાજુ આગળ વધી રહી છે. ગોલ્ડમેન સાશના રિપોર્ટ અનુસાર, દેશના ઓનલાઇન કરિયાણા બજારમાં જિયોમાર્ટનો 50% હિસ્સો છે. 2024 સુધીમાં તેના દૈનિક ઓર્ડરની સંખ્યા 50 લાખ થવાની અપેક્ષા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post