• Home
  • News
  • લેન્સેટનો નવો રિપોર્ટ / એક મીટરથી ઓછા ડિસ્ટન્સિંગ પર જોખમ 13%, અંતર વધતાં 5 ગણું ઓછું થઈ જશે
post

આંખને નહીં બચાવો તો ચેપનું જોખમ 16% રહેશે, સાવચેત રહેતાં 3 ગણું ઓછું થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 12:08:56

લંડન: કોરોના વાઈરસથી દુનિયાભરમાં 65 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે અને 3.88 લાખથી વધુ મૃત્યુ પામ્યા છે. દુનિયાભરમાં લૉકડાઉન પછી જીવન હવે ધીમે ધીમે પાટે ચઢવા લાગ્યું છે, કેમ કે નિષ્ણાતો કહે છે કે અર્થતંત્ર માટે અનલૉક અત્યંત જરૂરી છે. હવે આપણે કોરોના સાથે જીવતા શીખવું પડશે કેમ કે આ કેટલું લાંબુ ચાલશે તે નક્કી નથી. એવામાં સાવચેત રહેવું જ શ્રેષ્ઠ ઉપાય છે, જેને અપનાવી આપણે ચેપનું જોખમ ઘટાડી શકીએ છીએ. તેનું ઉદાહરણ લેન્સેટમાં છપાયેલો તાજેતરનો રિપોર્ટ છે, જે અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને આંખ-ચહેરાને બચાવી આપણે તેના જોખમને અનેક ગણું ઘટાડી શકીએ છીએ. 


માસ્ક વિના ચેપનો ચાન્સ 17%, માસ્કથી 6 ગણું ઓછું થશે
લેન્સેટમાં દુનિયાભરમાં કોરોના વાઈરસ અને ચેપ અંગે થયેલા 172 અભ્યાસના મેટાડેટાનું ઘેરું વિશ્લેષણ કરાયું હતું. તે મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ જો એક મીટરથી ઓછું હશે તો ચેપનું જોખમ 13% રહેશે, જોકે બે લોકો વચ્ચેનું અંતર એક મીટરથી વધુ હોવા પર જોખમ 5  ગણું ઘટી 2.6 ટકા રહી જશે. આવી જ રીતે માસ્ક લગાવવા અને ન લગાવવાની સ્થિતિમાં અને આંખની સુરક્ષા સંબંધિત મામલામાં પણ થશે.


મર્સ, સાર્સ, કોરોના જેવી બીમારીઓનું વિશ્લેષણ
અભ્યાસ દરમિયાન ચેપના માધ્યમથી દુનિયાભરમાં ફેલાનાર મર્સ, સાર્સ અને કોરોના જેવી બીમારીઓ, તેની અસર અને ફેલાવાની ક્ષમતાનો અભ્યાસ કરાયો. જોકે અભ્યાસના લેખકોએ એ વાત પર સાવચેત કર્યા કે આ તમામ ઉપાય સંયુક્તરૂપે અપનાવીને ત્યારે જ કારગર થઈ શકશો જ્યારે તેની સાથેસાથે સાફ-સફાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. જેમ કે વારંવાર હાથ ધોવા, હાઈજિન, સેનિટાઈઝરનો ઉપયોગ વગેરે અત્યંત જરૂરી છે. 


અશ્રુ પણ ચેપ ફેલાવી શકે છે : રિપોર્ટ
એક  ચેપગ્રસ્ત વ્યક્તિનાં અશ્રુ પણ વાઈરસને ફેલાવી શકે છે. અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેલ્મોલોજીના ડૉક્ટર અનુસાર આંખો ચેપનો એક માર્ગ બની શકે છે. જેમ કે આપણાં નાક અને મોં જોડેજોડે છે. જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ ઉધરસ ખાય છે કે છીંકે છે તો આંખ પણ ચેપનું માધ્યમ બની શકે છે. વાઈરસને ફેલાતો રોકવા માટે વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેફ્ટી ગોગલ્સ કે ચશ્માં અને ચહેરાને ઢાંકવો સૌથી શ્રેષ્ઠ છે.

adv

Related News

post
post
post
post
post
post
post