• Home
  • News
  • કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી શોધ:કાલા વીણવાના મશીનની શોધ, 1 કલાકમાં 3 વીઘામાં 45 મણ કાલા વીણી શકાય છે
post

પાટડીના એરવાડાના 1 2 ધોરણ પાસ ખેડૂતની કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી શોધ

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-11 11:23:43

પાટડી તાલુકાના એરવાડા ગામના અને માત્ર 12 ચોપડી ભણેલા પ્રગતિશિલ ખેડૂત નટુભાઇ વઢેરે પોતાની 18 વર્ષની રાત-દિવસની અથાગ મહેનત બાદ ટ્રેક્ટર પર કાલા વીણવાના મશીનની ક્રાન્તિકારી શોધ કરી છે. આ ક્રાંતિકારી શોધથી 1 કલાકમાં 3 વીઘાની જમીનમાં 45 મણથી વધુ કાલા વીણી શકાય છે.

હાલમાં કાલા વિણવાની મજૂરી પ્રતિ મણ ગમે તેટલો ખર્ચ કરવા છતાં મજૂરો મળતા નથી. ત્યારે સાહસિક ખેડૂત એવા નટુભાઇએ બનાવેલા આ મશીન દ્વારા અડધા લિટર ડિઝલ દ્વારા 45 મણ કાલા વીણી શકાય છે. આ શોધથી પ્રભાવિત થઇને ઇંગ્લેન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી પૌલો સાવગેટેએ થોડા સમય અગાઉ એરવાડા ગામના ખેડૂત નટુભાઇ વઢેરની મુલાકાત લઇ અંદાજે 4થી 5 કલાક દુભાષિયા સાથે નટુભાઇ વઢેરની શોધ વિશે ઝીણવટભરી માહિતી મેળવી આફરીન થઇ ગયા હતા.

ખેડૂતનો આર્ટિકલ BBC લંડનમાં છપાયો
ઇંગ્લેન્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીન‍ા વિદ્યાર્થી પૌલો સાવગેટે નટુભાઇ વઢેર પર એક આર્ટિકલ તૈયાર કર્યો જે બીબીસી લંડન ન્યૂઝમાં છપાયો હતો. ખેડૂતની કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી શોધની ઇંગ્લેન્ડ સુધી બોલબાલા જોવા મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post