• Home
  • News
  • કેનેડાના એમ્યુઝમેન્ટ પાર્કમાં અધવચ્ચે જ રાઇડ અટકી પડી, 30 મિનિટ સુધી લોકો ઉંધા લટકી રહ્યાં
post

કેનેડામાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવાસીઓ તેમની રાઈડમાં ખામી સર્જાતા લગભગ 30 મિનિટ સુધી ઊંધા અટકી ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 18:30:45

દુનિયાભરમાં ઘણા લોકો મોટી રાઈડનો આનંદ માણવાનું પસંદ કરે છેપરંતુ કેટલીકવાર આ મજા કેટલાક લોકો માટે ખૂબ જ ડરામણી સાબિત થાય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો લોકોને ચોંકાવી રહ્યો છે. 

એક રિપોર્ટ અનુસારકેનેડામાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવાસીઓ તેમની રાઈડમાં ખામી સર્જાતા લગભગ 30 મિનિટ સુધી ઊંધા અટકી ગયા હતા. આ ઘટના શનિવારે રાત્રે 10.40 વાગ્યે વોનના વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે બની હતી.

મળતી માહિતી પ્રમાણે, વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્કે જણાવ્યું હતું કે, લમ્બરજેક રાઈડને 11:05 વાગ્યા સુધીમાં અટકાવી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આ રાઇડમાં બેસેલા લોકોમાંથી 2 લોકોને હાર્ટમાં દુખવાની સમસ્યા થઇ હતી. ફર્સ્ટ એઇડ સ્ટાફ દ્વારા લોકોની સંભાળ લેવામાં આવી હતી તેમજ રવિવારે રાઈડ બંધ રહી હતી.