• Home
  • News
  • RILએ રૂપિયા 9,567 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, એક વર્ષ અગાઉની તુલનામાં 15% ઘટાડો દર્શાવ્યો
post

રિલાયન્સ જીયોને ગ્રાહક દીઠ માસિક આવક રૂપિયા 145 થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 09:46:27

ખાનગી ક્ષેત્રની અગ્રણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂપિયા 9,567 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. એક વર્ષ અગાઉ સમાન અવધીમાં રૂપિયા 11,262 કરોડનો નફો દર્શાવ્યો હતો. એટલે કે એક વર્ષ અગાઉની તુલનામાં કંપનીના નફામાં 15 ટકાનો ઘટાડો થયો છે. સમિક્ષા હેઠળની અવધીમાં આવક રૂપિયા 1,28,385 કરોડ નોંધાઈ છે,જે એક વર્ષ અગાઉ સમાન અવધીમાં નોંધાવેલી રૂપિયા 1,48,526 કરોડની તુલનામાં 15 ટકા ઘટાડો દર્શાવે છે.

કોરોનાને લીધે ઓઈલની માંગ પર અસર થઈ

હકીકતમાં કંપનીના નફામાં જે ઘટાડો થયો છે તેની પાછળનું એક કારણ કોરોનાને લીધે ઓઈલની માંગમાં થયેલો ઘટાડો પણ જવાબદાર છે.ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સના કારોબાર પર પણ અસર જોવા મળી છે.કંપની વધુમાં કહ્યું છે કે તેના નિકાસ કારોબારમાં 5.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે રૂપિયા 34,501 કરોડ રહ્યો છે.

રિલાયન્સ જીયોનો નફો વધ્યો
કંપનીએ કહ્યું છે કે તેના ટેલિકોમ યુનિટ જીયોનો નફો સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂપિયા 2,840 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ સમાન અવધીમાં જીયોને રૂપિયા 990 કરોડનો નફો થયો હતો, જેની તુલનામાં 185 ટકા વૃદ્ધિ દર્શાવે છે.વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીયોએ રૂપિયા 2,520 કરોડ નફો નોંધાવ્યો હતો તેની તુલનામાં નફાના આ આંકડા 12.85 ટકા વધારે છે.

રિટેલનો નફો રૂપિયા 973 કરોડ થયો
રિલાયન્સ રિટેલની આવક આ અવધી દરમિયાન રૂપિયા 41,100 કરોડ રહી છે. એક વર્ષ અગાઉ તેની આવક રૂપિયા 31 હજાર 633 કરોડ હતી. જ્યારે નફો રૂપિયા 973 કરોડ રહ્યો છે. એપ્રિલ ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂપિયા 41,202 કરોડ હતી જ્યારે નફો રૂપિયા 1,148 કરોડ હતો.કોરોનાને લીધે રિટેલ સ્ટોલ બંધ હોવાથી કંપનીના નફા પર પ્રતિકૂળ અસર થઈ છે.

મુકેશ અંબાણીએ કહ્યું- સારું પ્રદર્શન કર્યું છે
કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે ગત ત્રિમાસિક ગાળાની તુલનામાં એકંદરે મજબૂત ઓપરેશનલ અને ફાયનાન્સિયલ પ્રદર્શન કર્યું છે. પેટ્રોકેમિકલ અને રિટેલ સેગમેન્ટમાં રિકવરીને લીધે આ સુધારો જોવા મળ્યો છે. અમારા ડિજીટલક્ષેત્રના કારોબારે સારો દેખાવ નોંધાવ્યો છે.

એક વર્ષ અગાઉ આવક રૂપિયા 88 હજાર 253 કરોડ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ સમાન અવધીમાં કંપનીની આવક રૂપિયા 88 હજાર 253 કરોડ હતી. જ્યારે નફો 8 હજાર 267 કરોડ હતી. કંપનીના EBITDA અંગે રજૂ કરવામાં આવેલા અંદાજ પ્રમાણે તે રૂપિયા 19 હજાર 547 કરોડ રહી શકે છે,જે એક વર્ષ અગાઉ રૂપિયા 16 હજાર 875 કરોડ હતો.

adv

Related News

post
post
post
post
post
post
post