• Home
  • News
  • ટોક્યો ઓલિમ્પિક્સ પૂર્ણ થયા બાદ 2 વાવાઝોડાંનું જોખમ:જાપાને મિરિન અને લ્યુપિટ વાવાઝોડાંને પગલે 3 લાખ લોકોને સ્થળાંતર કરવા આદેશ કર્યો, 91 ફલાઇટ્સ રદ
post

વાવાઝોડાની ગતિ હાલ 25 કિલોમીટર પ્રતિ કલાક છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-09 10:57:20

જાપાનના અલગ-અલગ સમુદ્રીક્ષેત્રમાં બે વાવાઝોડાંએ જોખમ વધારી દીધું છે. પ્રથમ વાવાઝોડાનું નામ મિરિને છે, જ્યારે બીજાનું નામ લ્યુપિટ છે. મિરિનેની અસર પૂર્વી ભાગમાં, જ્યારે લ્યુપિટની અસર દક્ષિણ-પશ્ચિમ ભાગ પર પડે એવી શક્યતા છે. વાવાઝોડાના ખતરાને પગલે જાપાને 3 લાખ લોકોને સ્થળાતર કરવાનો આદેશ આપ્યો છે. લ્યુપિટને કારણે 91 ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. ટોક્યો ઓલિમ્પિક્સ પૂરો થઈ ગઈ છે, ત્યારે આજે નાગાસાકી ડે પણ છે. આ જ દિવસે અમેરિકાએ નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.

મોસમ વિભાગની નજર
જાપાનનો મોસમ વિભાગ કેન્દ્ર સરકાર અને ઈમર્જન્સ સર્વિસની સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રવિવારે આપવામાં આવેલા એક નિવેદન મુજબ, આ વાવાઝોડાની ગતિ હાલ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. એમ કહેવાઈ રહ્યું છે કે દેશના પૂર્વી ભાગ પર એની વધુ અસર થાય એવી શક્યતા છે.

તોફાની પવન ફુંકાવવાનું જોખમ
મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડાને કારણે ઝડપી પવનો ફૂંકાઈ શકે છે. ચીબામાં એની ગતિ 86 કિલોમીટર પ્રતિ કલાકથી 126 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. વાવાઝોડાને પગલે કેટલીક જગ્યાઓ પર લેન્ડસ્લાઈડ્સ અને પૂરનું પણ જોખમ છે. આ સિવાય તટીય વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સરકારે આ સ્થિતિનો સામનો કરી શકાય એ માટે તકેદારીનાં તમામ પગલાં ઉઠાવ્યાં છે.

ફ્લાઈટ્સ પર પડી શકે છે અસર
મોસમ વિભાગનું કહેવું છે કે તે સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સતત સંપર્કમાં છે અને કદાચ કેટલીક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પણ રદ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post