• Home
  • News
  • રશિયાએ કોરોના વાયરસ વેક્સીનની જાહેરાતના પગલે સોના-ચાંદીમાં તેજીના વળતા પાણી, સોનું રૂપિયા 1600, ચાંદી 2500 તૂટી
post

કોરોના મહામારીને અંદાજે સાતેક મહિનાનો સમય વિત્યા બાદ પહેલી વેકસીન રશિયા દ્વારા શોધ કરાઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 09:20:57

અમદાવાદ: સોના-ચાંદીમાં આવેલી ઝડપી એકતરફી તેજીને બ્રેક લાગી છે. રશિયા દ્વારા સૌ પ્રથમ કોરોના વાયરસ વેકસીનની જાહેરાતના અહેવાલે આજે વૈશ્વિક બજારમાં સોનામાં ઝડપી ઘટાડો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી 50 ડોલર ગબડી 2000 ડોલરની અંદર 1992 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. જેના પગલે અમદાવાદ ખાતે સોનામાં રૂ.1600નો જંગી ઘટાડો થઇ 56000ની સપાટી અંદર 55900 બોલાયું હતું. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 28 ડોલરની સપાટી જાળવી રાખી છે. પરંતુ અમદાવાદ ખાતે ચાંદી ઝડપી રૂ.2500ના ઘટાડા સાથે 70000ની સપાટીએ પહોંચી છે. સેફહેવન ગણાતા એવા રોકાણકારોને સોનાએ છેલ્લા 5 માસમાં 40 ટકા, ચાંદીમાં બમણું રિટર્ન આપ્યું છે.

કોરોના મહામારીને અંદાજે સાતેક મહિનાનો સમય વિત્યા બાદ પહેલી વેકસીન રશિયા દ્વારા શોધ કરાઇ છે. જેના કારણે વૈશ્વિક બજારોમાં મોટી મૂવમેન્ટ જોવા મળી હતી. સેફહેવન ગણાતા એકમાત્ર સોના-ચાંદીમાં કોરોના સમયમાં એટલે કે માર્ચથી અત્યાર સુધીમાં સોનામાં 40 ટકા અને ચાંદીમાં 90ટકાથી વધુ ઉછળી છે. અમદાવાદ ખાતે રૂ.73500 અને સોનાએ રૂ.58000ની સપાટીએ પહોંચ્યા બાદ નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળ્યો છે. કોરોના વાયરસ વેકસીનની શોધ થતા આગામી સમયમાં હેજફંડો, એચએનઆઇ ઇન્વેસ્ટર્સ, ગોલ્ડ ઇટીએફમાં વેચવાલી આવી શકે છે. સ્થાનિક બજારમાં સોનું ઘટી 53000 અને ચાંદી 67000 સુધી આવી શકે છે.

ચાંદી વાયદામાં 4200, સોનું 1800થી વધુ તૂટ્યું
હાજર બજારની સાથે વાયદામાં પણ આક્રમક વેચવાલી આવી છે. એમસીએક્સ ખાતે ચાંદી સપ્ટેમ્બર વાયદો 4026 એટલે કે 5.34 ટકાના ઘટાડા સાથે 71368 અને ડિસેમ્બર વાયદો 5.50 ટકા એટલે 4296 રૂપિયાના ઘટાડા સાથે 74000ની અંદર 73960 બોલાઇ રહ્યો છે જ્યારે સોનાનો ઓક્ટોબર વાયદો 3.30 ટકા એટલે 1814 ઘટી 53132 બોલાઇ ગયો છે. હજુ ચાંદી અને સોનામાં 5-10 ટકાના ઘટાડાની શક્યતા બૂલિયન એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે.

મુખ્ય ત્રણ શહેરોમાં સોના-ચાંદીની મૂવમેન્ટ

શહેર

સોનું

ઘટાડો

અમદાવાદ

55900

-1600

દિલ્હી

54763

-1317

મુંબઇ

53951

-990

 

શહેર

ચાંદી

ઘટાડો

અમદાવાદ

70000

-2500

દિલ્હી

73600

-2943

મુંબઇ

71211

-2000

 

adv

Related News

post
post
post
post
post
post
post